સીએમ યોગીએ હોળી પૂર્વે ઉત્તરપ્રદેશની જનતાને આપી મોટી ભેટ, 1890 કરોડની સબસિડી જાહેર કરાઈ
ઉત્તર પ્રદેશ સરકારે હોળી પહેલા રાજ્યના 1.86 કરોડ પરિવારોને મોટી ભેટ આપી છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ, પરિવારોને 1,890 કરોડની ગેસ સિલિન્ડર રિફિલ સબસિડીનું વિતરણ કરવામાં આવ્યું છે. લખનૌમાં એક કાર્યક્રમ દરમિયાન સીએમ યોગીએ લાભાર્થીઓને સબસિડીનું વિતરણ કર્યું હતું.
સોશિયલ મીડિયા સાઇટ પર એક પોસ્ટમાં સીએમ યોગીએ લખ્યું - પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 1,890 કરોડની રકમ સાથે ઉત્તર પ્રદેશના 1.86 કરોડ પાત્ર પરિવારોને ગેસ સિલિન્ડર રિફિલ સબસિડીના વિતરણ માટે લખનૌમાં આયોજિત કાર્યક્રમમાં.
બોર્ડની પરીક્ષા બાદ દીકરીઓને આપવામાં આવશે સ્કૂટી- CM યોગી
સબસિડીના વિતરણ બાદ સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થિનીઓને સ્કૂટર પણ આપવામાં આવશે. તેમણે કહ્યું કે એપ્રિલ મહિનાથી યુપીમાં દીકરીઓના લગ્ન માટે 1 લાખ રૂપિયા મળશે.
CMએ કહ્યું કે ભાડાના મકાનમાં રહેતી નોકરી કરતી મહિલાઓ માટે રહેણાંકની સુવિધા પણ આપવામાં આવશે. આ માટે હોસ્ટેલ બનાવવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારે સામૂહિક પરિણામ આવે છે ત્યારે દરેકના ચહેરા પર ખુશી દેખાય છે. આજે યુપી ઝડપથી આગળ વધી રહ્યું છે.
આ ઉપરાંત મુખ્યમંત્રીએ કહ્યું કે મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમને ધુમાડાથી મુક્ત બનાવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ હોળી અને દિવાળી પર વર્ષમાં બે વાર ફ્રી સિલિન્ડર રિફિલની સુવિધા પણ આપવામાં આવી રહી છે.
હોળી અને રમઝાન પર, તેમણે કહ્યું, 'અમે લોકોને હોળી અને રમઝાન બંને શાંતિપૂર્ણ અને ભાઈચારા સાથે ઉજવવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા સૂચના આપી છે.'