મુર્શિદાબાદ હિંસા કેસ મામલે સીએમ યોગીએ કોંગ્રેસ અને અખિલેશ યાદવ સામે કર્યાં પ્રહાર
લખનૌઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં હિંસાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. તેમજ પરિસ્થિતિને કાબુમાં લેવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન સ્થાનિક વહીવટીતંત્રનો દાવો છે કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મુર્શિદાબાદને લઈને મોટું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું હતું કે, લાતો કે ભૂત બાતો સે નહીં માનેંગે. તોફાનીઓ ફક્ત લાકડીઓનો અવાજ સાંભળશે. જેને બાંગ્લાદેશ ગમે છે તેમણે બાંગ્લાદેશ જવું જોઈએ. બંગાળ હિંસા પર કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના મૌનને લઈને સીએમ યોગીએ નારાજગી વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રી યોગીએ જમાવ્યું હતું કે, બંગાળ બળી રહ્યું છે. ત્યાંના મુખ્યમંત્રી ચૂપ છે. તોફાનીઓ મમતા બેનર્જીને શાંતિદૂત માને છે. તોફાનીઓએ માત્ર દંડાની ભાષા જ જાણે છે. હઠીલા લોકો શબ્દો સાંભળશે નહીં. ધર્મનિરપેક્ષતાના નામે, તોફાનીઓને છૂટ આપવામાં ન આવે. તોફાનીઓ ફક્ત લાકડીઓનો અવાજ સાંભળશે. જેને બાંગ્લાદેશ ગમે છે તેણે બાંગ્લાદેશ જવું જોઈએ.