CM બીરેન સિંહે મણિપુરની જનતાની માફી માંગી, નવુ વર્ષમાં સામાન્ય સ્થિતિની આશા વ્યક્ત કરી
નવી દિલ્હીઃ મણિપુર હિંસા મામલે સીએમ બીરેન સિંહએ માફી માંગી છે, તેમણે વર્ષ 2024ને દુર્ભાગ્યથી ભરેલું ગણાવ્યું હતું. સીએમ બીરેન સિંહએ જણાવ્યું હતું કે, તેઓ 3 મે 2023થી આજ સુધીની પરિસ્થિતિ મામલે રાજ્યની જનતાની માફી માંગી રહ્યું છું.
તેમણે કહ્યું કે, આ સમગ્ર વર્ષ દૂર્ભાગ્યપૂર્ણ રહ્યું છે. અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યાં છે અનેક લોકોએ પોતાના ઘર છોડ્યાં છે. જેથી મને પછતાવો થાય છે જેથી હું માફીની આશા રાખું છું. મને આશા છે કે, શાંતિની દિશામાં છેલ્લા ચારેક મહિનામાં થયેલી પ્રગતિને જોયા બાદ મને લાગે છે કે, વર્ષ 2025ની સાથે સામાન્ય સ્થિતિની સાથે શાંતિ સ્થાપિત થશે.
રાજ્યની તમામ સમુદાયના લોકોને અપીલ કરું છું કે, જે થયું તે થઈ ગયું, હવે આપણે જુની ભૂલોને ભૂલીને નવા જીવનની શરૂઆત કરવી પડશે. એક શાંતિપૂર્ણ મણિપુર, એક સમૃદ્ધ મણિપુર માટે આપણે તમામે સાથે રહેવુ પડશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, અત્યાર સુધીમાં લગભગ 200 વ્યક્તિઓના મૃત્યુ થયાં છે અને લગભગ 12247 પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે જે પૈકી 625 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. એટલું જ નહીં વિસ્ફોટક સહિત લગભગ 5600 હથિયારો અને લગભગ 35000 દારૂ-ગોળો ઝડપી લેવામાં આવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે વિસ્થાપિત પરિવારની મદ માટે પુરતી મદદ પુરી પાડી છે એટલું જ પુરતા સુરક્ષા જવાનો પણ પુરા પાડવામાં આવ્યાં છે. આ ઉપરાંત વિસ્થાપિત વ્યક્તિઓ માટે નવા ઘરના નિર્માણ માટે પુરતુ ફંડ પુરુ પાડવામાં આવ્યું છે.