For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાત વિધાનસભાના સદસ્ય નિવાસ ખાતે 'સ્વચ્છતા હી સેવા અભિયાન 3.0' અંતર્ગત સફાઈ કરાઈ

02:45 PM Mar 11, 2025 IST | revoi editor
ગુજરાત વિધાનસભાના સદસ્ય નિવાસ ખાતે  સ્વચ્છતા હી સેવા અભિયાન 3 0  અંતર્ગત સફાઈ કરાઈ
Advertisement

અમદાવાદઃ ગાંધીનગરમાં વિધાનસભાના ધારાસભ્ય સદસ્ય નિવાસ સ્થાન ખાતે આજે મંગળવારે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ધારાસભ્યોએ સાથે મળીને 'સ્વચ્છતા હી સેવા અભિયાન 3.0'ની શરૂઆત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા હી સેવાના મંત્રને સાર્થક કરતાં શ્રમદાન કરી સદસ્ય નિવાસ પરિસર ખાતે સ્વચ્છતા કરવામાં આવી હતી. જે બાદ સદસ્ય નિવાસમાં સફાઈ કામગીરી કરતી બહેનો સાથે અધ્યક્ષે સંવાદ કરીને તેઓની સાથે અલ્પાહાર કર્યો હતો. 

Advertisement

આ પ્રસંગે અધ્યક્ષ શંકર ચૌધરી જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારત મિશનને સ્વચ્છતા અભિયાન સાથે જોડી દેશને સ્વચ્છ બનાવવા માટેની પહેલ કરી છે. તેમણે શરૂ કરેલા અભિયાન અંતર્ગત આજે દેશના દરેક જાહેર સ્થળોએ સ્વચ્છતા જોઈ શકાય છે.

દેશનો દરેક નાગરિક આજે સ્વમાનભેર સ્વચ્છાગ્રહી બન્યો છે. જે અભિયાનના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે સદસ્ય નિવાસમાં સાથી ધારાસભ્યો સાથે મળી સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. સ્વચ્છતા સ્વભાવ બને, સ્વચ્છતા જીવનશૈલી બને તે માટે દેશ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસો સફળ થયા છે. જેને આગળ ધપાવવા તેમજ સ્વચ્છ રાષ્ટ્રના નિર્માણ માટેની આ સહિયારી પહેલ છે.

Advertisement

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ધારાસભ્ય નિવાસ સ્થાન ખાતે અન્ય ધારાસભ્યોઓ સાથે મળીને સફાઈ અભિયાનમાં જોડાયા હતા. શંકર ચૌધરીએ સફાઈ કર્મચારીઓ સાથે સંવાદ કરી તેમની સાથે અલ્પાહાર કર્યો હતો અને સદસ્ય નિવાસની સફાઈની કામગીરી કરનાર મહિલા સફાઈકર્મીઓના કામને બિરદાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement