હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અમદાવાદમાં નાગરિકો હવે મ્યુનિની વેબસાઈટ પરથી પોતાના ઘરનો ટેક્સ જાણી શકશે

05:18 PM Jun 25, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ શહેરમાં મકાન કેટલા ચોરસવારનું છે, એ ગણીને જંત્રી મુજબ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સના બિલો આપવામાં આવતા હોય છે. નાગરિકોએ જો વધારાનું બાંધકામ કર્યું હોય તો ટેક્સની ગણતરી માટે આકારણીની અસમજસભરી સ્થિતિ હતી, હવે નાગરિકો મ્યુનિની વેબસાઈટ પર સેલ્ફ એસેસમેન્ટ કરીને કેટલો પ્રોપર્ટી ટેક્સ આવશે તેની જાણકારી મળી શકશે.

Advertisement

શહેરમાં નાગરિક પોતાના મકાનનું બાંધકામ, રીનોવેશન તેમજ વધારાનું બાંધકામ થયેલી મિલકતનું ટેક્સ માટે સેલ્ફ એસેસમેન્ટ કરી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપરથી મિલકતનું સેલ્ફ એસેસમેન્ટ કરી શકશે અને તેમને કેટલો ટેક્સ આવશે તેની જાણકારી મેળવી શકે છે. સોફ્ટવેરમાં માહિતી અપલોડ કર્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગના ઇન્સ્પેક્ટર દ્વારા સ્થળ તપાસ કરી અને તેને ફાઇનલ કરશે. રીનોવેશન અને વધારાના બાંધકામ બાદ કેટલીક જગ્યાએ આકારણી અંગે ફરિયાદો મળતી હતી જેના નિવારણ માટે ઓનલાઇન સિસ્ટમ કાર્યરત થઈ છે.

એએમસીના સૂત્રોના કહેવા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ https://amcmodules.ahmedabadcity.gov.in માં ઓનલાઇન સર્વિસમાં જઈને પ્રોપર્ટી ટેક્સમાં જવાનું રહેશે, ત્યાર બાદ તેમાં સેલ્ફ એસેસમેન્ટનું ઓપ્શન આપેલું છે. સેલ્ફ એસેસમેન્ટની નવી લિંક ખુલશે જેમાં મોબાઈલ નંબર નાખવાનો રહેશે. ટેક્સ ધારકે પોતાનો મોબાઈલ નંબર નાખશે જેથી તેમાં ઓટીપી આવશે. જે ઓટીપી મેળવ્યા બાદ ધારકે પોતાની વિગતો ભરવાની રહેશે. અરજી કરનારનું નામ, મોબાઈલ નંબર, સરનામું, કયા ઝોન અને વોર્ડમાં રહે છે. આ ઉપરાંત ટોરેન્ટ પાવર અથવા યુજીવીસીએલનો કસ્ટમર સર્વિસ નંબર પણ લખવાનો રહેશે જે પણ જગ્યા પર રહેતા હોય તેના ટીપી અને એફબી નંબરની જાણકારી હોય તો તેની વિગત ભરવાની રહેશે. ત્યારબાદ પોતે કયા ફેક્ટર હેઠળ આવે છે તેની માહિતી માટે રેસીડેન્સિયલ વિસ્તારમાં રહે છે કે નોન રેસીડેન્સિયલ છે તેની વિગત ભરવાની રહેશે.  ત્યાર બાદ તેમાં માલિકની પણ વિગત ભરવાની રહેશે. જો એક માલિક હોય તો એક માલિક અથવા બે માલિક હોય તો બે માલિકની નામ સાથેની વિગતો ભરવાની રહેશે. તમામ વિગતો ભર્યા બાદ તેમાં વોટર ઝોનમાં આવે છે કે, નહીં તેની વિગત ભરવાની રહેશે. જે તમામ બાબતો સબમિટ કર્યા બાદ તેને એક ડોક્યુમેન્ટ પણ સબમિટ કરવાના રહેશે જેમાં તેમના ઇન્ડેક્સની નકલ અથવા તેમાં આપેલા ડોક્યુમેન્ટ અપમિટ કરવાના રહેશે. ત્યાર બાદ જે પણ પુરાવા તરીકે લાઈટ બિલ, ચૂંટણી કાર્ડ સહિતના ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહેશે. આ તમામ વિગતો સબમિટ કર્યા બાદ તેમને કેટલું ટેક્સ બિલ આવ્યું છે તે તેમાં જનરેટ થઈને બતાવશે અને તેની પ્રિન્ટ પણ અરજી કરનાર કાઢી શકશે. એક એપ્લિકેશન નંબર જનરેટ થશે જે અરજી કરનારના મોબાઈલમાં પણ ઉપલબ્ધ થશે.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharahmedabadBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati Samac arGujarati samacharhouse tax can be foundLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavMuni websiteNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article