સુરત શહેરમાં સુભાષ ગાર્ડન પરના 7 રસ્તા પર સિંદૂર થીમ પર સર્કલ બનાવાશે
- સુરતના સુભાષ ગાર્ડન 7 રસ્તાનું જંક્શન નક્કી કરાયું,
- 7 રસ્તા જંકશનનો સર્વે કરાયો,
- ડિઝાઇન, અંદાજ, DPR માટે કન્સલટન્ટ નિમવા 11 ઓગસ્ટ સુધીમાં ક્વોટેશન મંગાવાયાં
સુરતઃ શહેરના ટ્રાફિકથી સતત વ્યસ્ત એવા સુભાષ ગાર્ડન 7 રસ્તાના જંકશન પર સિંદૂર થીમ પર સર્કલ બનાવવામાં આવશે. ઓપરેશન સિંદૂર થીમ પર ટ્રાફિક સર્કલ બનાવવા માટે જરૂરી પ્લાનીંગ, અંદાજ, સ્ટ્રક્ચરલ અને આર્કીટેક્ચરલ ડિઝાઇન, ડીપીઆર તૈયાર કરવા તેમજ કન્સલ્ટન્ટની નિમણૂંક કરવા રાંદેર ઝોને કોટેશન મંગાવ્યા છે. જેની સમય મર્યાદા 11 ઓગસ્ટે પૂર્ણ થાય છે.
દેશમાં સૌપ્રથમ સુરત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ‘ઓપરેશન સિંદુર’ના થીમ પર ટ્રાફિક સર્કલ ડેવલપ કરાશે. આ માટે રાંદેર રોડ પર સુભાષ ગાર્ડન પાસેની 7 રસ્તાનું જંક્શન નક્કી કરાયું છે, જેનો સ્થળ સર્વે પણ પૂરો કરી દેવાયો છે. મ્યુનિ અને પોલીસની ટીમે આ સર્વે કરી આ સ્થળ પર ફરી સર્કલ બનાવવા માટે નિર્ણય લીધો છે. આ સર્કલ ઓપરેશન સિંદૂરની થીમ પર બનાવવામાં આવશે. આ માટે સાંસદ મુકેશ દલાલની ગ્રાન્ટમાંથી ખર્ચ કરાશે. તાજેતરમાં સાંસદ, મ્યુનિ અને પોલીસની ટીમે સ્થળ વિઝીટ પણ કરી હતી. ઓપરેશન સિંદૂર થીમ પર ટ્રાફિક સર્કલ બનાવવા માટે જરૂરી પ્લાનીંગ, અંદાજ, સ્ટ્રક્ચરલ અને આર્કીટેક્ચરલ ડિઝાઇન, ડીપીઆર તૈયાર કરવા તેમજ કન્સલ્ટન્ટની નિમણૂંક કરવા રાંદેર ઝોને કોટેશન મંગાવ્યા છે. જેની સમય મર્યાદા 11 ઓગસ્ટે પૂર્ણ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં ટ્રાફિક સિગ્નલની અમલવારી વચ્ચે છેલ્લા એક વર્ષ દરમિયાન એક પછી એક ઘણાં સર્કલો તોડવાના શરૂ કરાયાં હતાં, જેમાં સુભાષ ગાર્ડન સર્કલ પણ તોડી પડાયું હતું. જો કે, આ સ્થળે સાત રસ્તા ભેગા થતા હોવાથી અહીં સતત અકસ્માતનો ખતરો રહેલો છે.