પુષ્પા-2ની સફળતાની ચિરંજીવીએ અલ્લુ અર્જુન સાથે ઉજવણી કરી, ફોટો વાયરલ થયાં
સાઉથના સૌથી સ્ટાઇલિશ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ધ રૂલ સતત કમાણીના નવા આયામો હાંસલ કરી રહી છે. અલ્લુ અર્જુનને ફિલ્મની સફળતા માટે સોશિયલ મીડિયા પર સતત અભિનંદન મળી રહ્યા છે. આ દરમિયાન અલ્લુ અર્જુન સાઉથ એક્ટર ચિરંજીવીને મળ્યો અને તેમની સાથે લીધેલી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
અલ્લુ અર્જુન તાજેતરમાં મેગાસ્ટાર ચિરંજીવીને મળ્યો અને બંનેએ ચાહકોને યાદગાર ક્ષણ આપીને પુષ્પા 2 ની અપાર સફળતાની ઉજવણી કરી હતી. આ ખાસ તસવીરમાં મેગાસ્ટાર અને તેની પત્ની સુરેખા પુષ્પા અભિનેતા અલ્લુ અર્જુન સાથે જોઈ શકાય છે. અલ્લુ અર્જુનને તેની તાજેતરની રિલીઝની સફળતા માટે અભિનંદન આપતા જોવા મળ્યાં હતા. આ તસવીર જોયા બાદ અલ્લુના ફેન્સ ખૂબ જ ખુશ છે.
મીડિયા અહેવાલો અનુસાર, મેગા પરિવાર અને અલ્લુ અર્જુન વચ્ચે કથિત અણબનાવનો સંકેત મળ્યો હતો. આ બધું લોકસભા ચૂંટણી દરમિયાન થયું હતું, જ્યારે અલ્લુએ YSRCP ઉમેદવારને સમર્થન દર્શાવ્યું હતું અને નંદ્યાલમાં તે વ્યક્તિ માટે પ્રચાર કરવા ગયો હતો. સુકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 5 ડિસેમ્બર, 2024ના રોજ રીલિઝ થઈ હતી. તેમાં અલ્લુ અર્જુન સાથે રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસીલ પણ મુખ્ય ભૂમિકામાં છે.