હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

સાઉદી અરેબિયા, ઓમાન, કુવૈત અને બહેરીન માટે ચીને વિઝા-મુક્ત નીતિ કરી શરૂ

01:13 PM Jun 10, 2025 IST | revoi editor
Advertisement

ચીને સાઉદી અરેબિયા, ઓમાન, કુવૈત અને બહેરીનના સામાન્ય પાસપોર્ટ ધારકો માટે વિઝા-મુક્ત નીતિ લાગુ કરવાની જાહેરાત કરી છે. આ પગલા સાથે, એકપક્ષીય વિઝા-મુક્ત નીતિ હેઠળ ચીનમાં પ્રવેશવાની મંજૂરી ધરાવતા દેશોની સંખ્યા વધીને 47 થઈ ગઈ છે. આ નવી નીતિ 9 જૂન, 2025થી 8 જૂન, 2026 સુધી અમલમાં રહેશે. આ અંતર્ગત, આ 4 દેશોના નાગરિકો વ્યવસાય, પર્યટન, સંબંધીઓ અથવા મિત્રોની મુલાકાત, મુલાકાતોની આપ-લે અથવા પરિવહનના હેતુ માટે 30 દિવસ સુધી વિઝા વિગર ચીનમાં પ્રવેશ કરી શકશે.

Advertisement

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિઝા-મુક્ત પ્રવેશ સુવિધાનો વ્યાપ વધારવાથી ઉચ્ચ સ્તરીય ખુલ્લાપણા પ્રત્યે ચીનની પ્રતિબદ્ધતા પ્રતિબિંબિત થાય છે. ચીન તેની પ્રવેશ નીતિઓને વધુ સરળ બનાવવા અને વિઝા-મુક્ત દેશોની યાદી વિસ્તૃત કરવા માટે સતત કામ કરી રહ્યું છે. આ પહેલનો હેતુ વધુને વધુ વિદેશી નાગરિકોને ચીનના શ્રેષ્ઠ ઉત્પાદન પુરવઠા, વિવિધ વપરાશના દૃશ્યો અને અનુકૂળ સેવાઓનો અનુભવ કરવાની તક પૂરી પાડવાનો છે.

Advertisement
Advertisement
Tags :
Aajna SamacharBahrainBreaking News GujaratichinaGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharKuwaitLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesomanPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharSaudi arabiastartedTaja Samacharviral newsVisa-free policy
Advertisement
Next Article