અમેરિકા સાથે વેપાર કરાર કરનારા દેશોને ચીને બદલો લેવાની આપી ગર્ભીત ધમકી
ચીને અમેરિકા સાથે વેપાર કરાર કરનારા દેશોને ચેતવણી આપી છે. એક અહેવાલ મુજબ, ચીને પણ બદલો લેવાની ધમકી આપી છે. ચીનનું કહેવું છે કે, આ વેપાર સોદાને કારણે તેને નુકસાન થશે. ચીન સાથે વેપાર ઘટાડવા માટે અમેરિકા અન્ય દેશોને ટેરિફમાં છૂટ આપી શકે છે.
એક રિપોર્ટ અનુસાર, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અન્ય દેશો પર 10 ટકા ટેરિફ લાદ્યો છે. જ્યારે ચીન પર 145 ટકા સુધીનો ટેરિફ લાદવામાં આવ્યો છે. ચીને પણ આનો જવાબ આપ્યો. તેણે અમેરિકા પર 125 ટકા સુધીના ટેરિફ લાદ્યા છે. ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ યુદ્ધની અસર અન્ય દેશો પર પણ પડી રહી છે.
ટ્રમ્પ વહીવટીતંત્રનું કહેવું છે કે ઘણા દેશો ટેરિફ ઘટાડવા માટે અમેરિકા સાથે વાટાઘાટો કરી રહ્યા છે. દરમિયાન, ચીનના વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, તે આનો વિરોધ કરે છે. અમેરિકા સાથે અન્ય દેશોના વેપાર સોદાઓની ચીન પર ખરાબ અસર પડશે. ચીન કહે છે કે જો આવું થશે તો તે વેપાર કરારનો સખત વિરોધ કરશે.
અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ ચાલી રહ્યું છે. જ્યારે અમેરિકાએ ચીન પર ટેરિફ લાદ્યો ત્યારે તેણે પણ યોગ્ય જવાબ આપ્યો. દરમિયાન, એવા સમાચાર છે કે અમેરિકા અન્ય દેશો પર ટેરિફ ઘટાડવા માટે દબાણ કરી રહ્યું છે. જોકે, ટ્રમ્પ ટેરિફના મુદ્દા પર ચીન સાથે પણ વાતચીત કરી રહ્યા છે. ચીન સાથેના વેપાર સોદાના મુદ્દા પર ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપી છે. ઓવલ ખાતે પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું: "હા, અમે ચીન સાથે વાતચીત કરી રહ્યા છીએ. મને લાગે છે કે અમે ચીન સાથે સારો સોદો કરીશું."