For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

બાળદિન 2025 : પંડિત જવાહરલાલ નેહરુની 136મી જયંતી પર PM મોદી, ખડગે અને રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓ પાઠવી શ્રદ્ધાંજલિ

02:48 PM Nov 14, 2025 IST | revoi editor
બાળદિન 2025   પંડિત જવાહરલાલ નેહરુની 136મી જયંતી પર pm મોદી  ખડગે અને રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓ પાઠવી શ્રદ્ધાંજલિ
Advertisement

નવી દિલ્હી દેશભરમાં ઉજવાતા બાળદિનના પ્રસંગે શુક્રવારે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની 136મી જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ચાચા નેહરુના જન્મદિવસને સમગ્ર દેશમાં બાળદિન તરીકે મનાવવામાં આવે છે.

Advertisement

PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે, પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુજીને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ. ચાચા નેહરુ તરીકે પ્રખ્યાત પંડિત નેહરુ સ્વતંત્રતા આંદોલનના અગત્યના સ્તંભ હતા અને સ્વતંત્રતાના પછી દેશની લોકશાહી અને ધાર્મિક નિરપેક્ષ પાયાની સ્થાપનામાં તેમનું યોગદાન અધ્યાયરૂપ ગણાય છે.

ખડગેએ નેહરુજીના યોગદાનને યાદ કરતાં લખ્યું હતું કે, “પંડિત નેહરૂનો વારસો ભારતના વિચારો અને તેમના દ્વારા પોષાયેલી મૂલ્યો સ્વતંત્રતા, લોકશાહી, ધાર્મિક નિરપેક્ષતા અને વૈજ્ઞાનિક વિચાર માટે શાશ્વત પ્રકાશસ્તંભ સમાન છે.”

Advertisement

રાહુલ ગાંધીએ X પર નેહરૂજીના દુરંદેશી નેતૃત્વને યાદ કરતાં લખ્યું હતું કે, “પંડિત જવાહરલાલ નેહરુએ નિડર અને દુરંદેશી નેતૃત્વથી આધુનિક ભારતના સંવિધાનિક અને લોકશાહી મૂલ્યોની પાયાવિધી કરી.” તેમણે આગળ કહ્યું કે,  “તેમના આદર્શો આજે પણ પ્રેરણાસ્ત્રોત છે.”

પંડિત નેહરૂનો જન્મ 14 નવેમ્બર, 1889ના રોજ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં થયો હતો. તેમણે 1912માં બાંકીપુર અધિવેશનમાં પ્રથમ વખત પ્રતિનિધી તરીકે ભાગ લીધો હતો. લોકવિશ્વાસ અને લોકસહયોગ સાથે તેમણે પ્રતિનિધીથી લઈ દેશના પ્રથમ વડાપ્રધાન સુધીની સફર સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. બાળકો પ્રત્યેના તેમના અવિનાશી સ્નેહ અને તેમના સર્વાંગી વિકાસ માટેની દ્રષ્ટિને કારણે જ તેમના જન્મદિવસને બાળદિન તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ દેશના નવનિર્માણકર્તા બાળકોને નેહરૂજીના આદર્શોથી પ્રેરિત થવા અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા ઉત્તેજિત કરે છે.

Advertisement
Tags :
Advertisement