હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી

05:51 PM Oct 29, 2024 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી હતી. દેશની એકતા  અને અખંડિતતા તથા સુરક્ષા માટે સમર્પિત રહેવાના સામૂહિક શપથ લેવડાવ્યા હતા.સરદાર વલ્લભ ભાઈ પટેલના એક અને અખંડ ભારતના સંકલ્પમાં અમદાવાદના નગરજનો એકતા માટેની દોડ રન ફોર યુનિટીથી  સહભાગી થયા હતા.

Advertisement

અમદાવાદ શહેરમાં રિવરફ્રન્ટ ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારત, દોડશે અમદાવાદ, જોડાશે ભારત થીમ પર રન ફોર યુનિટીનું આયોજન કરાયુ હતુ.  જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, બે દિવસ બાદ અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી છે, ત્યારે આ વીરપુરુષને ભાવાંજલિ આપવા આજે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અને સૌ દોડવીરોએ દેશની એકતા અખંડિતતા અને સુરક્ષા માટે સમર્પિત રહેવાના સામૂહિક શપથ આ એકતા દોડના પ્રારંભે લીધા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટીની શહેરના સાબરમતી રિવર ફ્રન્ટ ખાતેના ઇવેન્ટ સેન્ટરથી શરૂ કરવામા આવી હતી. આ દોડ કુલ 3 કિલોમીટર અંતરની રહી હતી, જેમાં અંદાજિત 2500થી વધુ લોકો જોડાયા હતા. 31 ઓક્ટોબરે ભારતભરમાં રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવાશે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ. કે, લોહ પુરુષ અને દેશની એકતાના શિલ્પી સરદાર સાહેબની 150મી જન્મ જયંતીની સમગ્ર વર્ષ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ભારતના રાજકીય એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનના સન્માનમાં 31 ઓક્ટોબરના દિવસે ભારતભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાનના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વર્ષ 2014થી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના ઉપલક્ષમાં આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharahmedabadBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsRun for UnitySamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article