છત્તીસગઢ: બીજાપુરમાં 22 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું
11:02 AM Mar 24, 2025 IST | revoi editor
Advertisement
નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદ અને નક્સલવાદી પ્રવૃતિને ડામવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન તાજેતરમાં જ બીજાપુરમાં સુરક્ષા દળોએ 30 નક્સલવાદીઓએ ઠાર માર્યાં હતા. ત્યારે હવે છત્તીસગઢમાં, બે મહિલાઓ સહિત બાવીસ માઓવાદીઓએ બીજાપુર જિલ્લામાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. જ્યારે અન્ય નક્સલવાદીઓને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ અભિયાન વધુ તેજ બનાવવામાં આવ્યું છે.
Advertisement
જિલ્લા અધિક પોલીસ અધિક્ષક ઉલેન્ડન યોર્કે જણાવ્યું હતું કે આત્મસમર્પણ કરનારા છ માઓવાદીઓ પર કુલ 11 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. આત્મસમર્પણ કરનારા માઓવાદીઓને રાજ્ય સરકારની પુનર્વસન નીતિ હેઠળ દરેકને 25,000 રૂપિયાનું રોકડ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
Advertisement
Advertisement