For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

છત્તીસગઢ: ગારિયાબંધમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 14 નક્સલવાદી ઠાર મરાયા

12:39 PM Jan 21, 2025 IST | revoi editor
છત્તીસગઢ  ગારિયાબંધમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 14 નક્સલવાદી ઠાર મરાયા
Advertisement

નવી દિલ્હીઃ છત્તીસગઢના ગરિયાબંદમાં છેલ્લા 36 કલાકથી નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં કુલ 14 નક્સલવાદીઓ માર્યા ગયા છે. આ એન્કાઉન્ટરમાં 1 કરોડ રૂપિયાનું ઈનામ ધરાવતો એક નક્સલી પણ માર્યો ગયો છે. નક્સલવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો પણ મળી આવ્યા છે.

Advertisement

કુલહાડીઘાટનાં ભાલુદિગીની પહાડીઓ પર છેલ્લા 36 કલાકથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. ગઈકાલે, એક દિવસ પહેલા એન્કાઉન્ટર પછી હાથ ધરવામાં આવેલા સર્ચ દરમિયાન, 2 નક્સલીના મૃતદેહ મળી આવ્યા હતા, જેમાંથી એક મહિલા છે. સોમવારે મોડી રાત્રે અને મંગળવારે સવારે, છત્તીસગઢ-ઓડિશા સરહદ પર મૈનપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જંગલમાં નવેસરથી ગોળીબાર થયો હતો, જેમાં 12થી વધુ નક્સલવાદીઓ માર્યા ગયા હતા.

એન્કાઉન્ટર દરમિયાન, સુરક્ષા દળોએ SLR સહિત શસ્ત્રો, દારૂગોળો અને ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈઝ (IEDs)નો મોટો જથ્થો પણ જપ્ત કર્યો હતો. આ વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, જેમાં વધુ નક્સલીઓની જાનહાનિ થવાની આશંકા છે. અધિકારીઓને શંકા છે કે ગોળીબારમાં માર્યા ગયેલા અથવા ઘાયલ થયેલા લોકોમાં ઉચ્ચ કક્ષાના નક્સલવાદી નેતાઓ પણ હોઈ શકે છે.ઓડિશા સરહદથી માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલા છત્તીસગઢના કુલારીઘાટ રિઝર્વ ફોરેસ્ટમાં માઓવાદીઓની નોંધપાત્ર હાજરીના સંકેત મળ્યા બાદ આ પ્રદેશમાં માઓવાદી બળવાખોરોને લક્ષ્ય બનાવવાની કામગીરી શરૂ થઈ હતી.

Advertisement

  • આ ઘટના અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રતિક્રિયા

તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, નક્સલવાદ પર વધુ એક જોરદાર હુમલો. આપણા સુરક્ષા દળોએ નક્સલ મુક્ત ભારત બનાવવાની દિશામાં મોટી સફળતા હાંસલ કરી છે. CRPF, SOG ઓડિશા અને છત્તીસગઢ પોલીસે ઓડિશા-છત્તીસગઢ બોર્ડર પર સંયુક્ત ઓપરેશનમાં 14 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. નક્સલમુક્ત ભારત માટેના અમારા સંકલ્પ અને અમારા સુરક્ષા દળોના સંયુક્ત પ્રયાસોથી નક્સલવાદ આજે અંતિમ શ્વાસ લઈ રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement