ડાકોરમાં ફાગણી પૂર્ણિમાંએ રણછોડરાયજી મંદિરમાં દર્શન-આરતીના સમયમાં ફેરફાર
- તેરસથી પૂનમ સુધી દર્શનના સમયમાં વધારો કરાયો
- ફાગણ પૂર્ણિમાના મેળાની તૈયારીઓ
- 12 માર્ચથી 15 માર્ચ સુધી મંદિરની પરિક્રમા બંધ રહેશે.
ડાકોરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં દર વર્ષે ફાગણ પૂર્ણિમાના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે લાખો શ્રદ્ધાળુઓ રણછોડજીના મંદિરે દર્શનાર્થે પહોંચે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાગણ પૂર્ણિમાના મેળાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા ત્રણ દિવસ રણછોડરાયજીના દર્શન માટે સમયમાં વધારો કરવામાં આવ્યો છે. જેથી દર્શનાર્થે રણછોડરાયજીના દર્શન કરી શકશે.
ડાકોર ટેમ્પલ કમિટીના જણાવ્યા મુજબ ફાગણ સુદ તેરસના રોજ સવારના 5.45 વાગ્યે નિજમંદિર ખુલશે, 6.00 વાગ્યે મંગળા આરતી, ભાવિકો 6.00થી 8.30 સુધી દર્શન કરી શકાશે, 8.30થી 9.00 સુધી દર્શન બંધ રહેશે, સવારે 9.00 વાગ્યે શણગાર આરતી થશે, 9.00થી 12.00 સુધી દર્શન કરી શકાશે, 12.00થી 12.30 સુધી દર્શન બંધ રહેશે, 02 વાગ્યે ઠાકોરજી પોઢી જશે બપોરે 03.30 વાગ્યે નિજમંદિર ખુલશે, બપોરે 03.45 વાગ્યે શયનભોગ આરતી થશે
જ્યારે ફાગણસુદ ચૈદસને ગુરૂવાર (હોળી પૂજન), સવારના 4.45 વાગ્યે નિજમંદિર ખુલશે, 5.00 વાગ્યે મંગળા આરતી, 5.00થી 7.30 સુધી દર્શન કરી શકાશે 7.30 થી 8.00 સુધી દર્શન બંધ રહેશે, 8.00 વાગ્યે શણગાર આરતી, 8.00થી 01.30 સુધી દર્શન કરી શકાશે, 01.30થી 2.00 સુધી દર્શન બંધ રહેશે અને 2.00 વાગ્યે રાજભોગ આરતી બાદ 02.00થી 05.30 સુધી દર્શન કરી શકાશે 05.30થી 06.00 સુધી દર્શન બંધ રહેશે સાજે 6:00 થી 8:00 દર્શન કરી શકાશે 08.00થી 08.15 દર્શન બંધ રહેશે 08.15 વાગ્યે શયનભોગ આરતી અને 08.15થી ઠાકોરજી પોઢી જશે
નોંધનીય છે કે, 12 માર્ચથી 15 માર્ચ સુધી મંદિરની પરિક્રમા બંધ રહેશે. આ સિવાય સુધીબહારના રાજભોગ, ગૌપૂજા અને તુલા પણ બંધ રાખવામાં આવ્યા છે. આ સિવાય પૂર્ણિમાના મેળાની તૈયારીને લઈને ડાકોર સર્કિટ હાઉસ ખાતે કલેક્ટર અને ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાકુંભની જેમ કોઈ પ્રકારની નાસભાગ ન સર્જાય તે માટે વિશેષ ધ્યાન આપવા માટે સૂચન કરવામાં આવ્યું છે. મંદિરમાં દર્શનાર્થે આવતાં ભાવિ ભક્તો માટે મંદિરના પ્રાંગણમાં એલઈડી સ્ક્રીન મૂકી દર્શનની સુવિધા કરવામાં આવશે. (File photo)