હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

જર્મનીમાં ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની સરકાર ભાંગી પડી

06:29 PM Dec 18, 2024 IST | revoi editor
Advertisement

યુરોપનો મહત્વપૂર્ણ દેશ જર્મનીમાં ચાન્સેલર ઓલાફ  સ્કોલ્ઝની સરકાર ભાંગી પડી છે. જર્મનીની  સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ તેઓ હારી ગયા છે. જેણે લઈને હવે ત્યાં આગામી 60 દિવસમાં ચૂંટણી યોજાશે. સૌપ્રથમ આપને જણાવવાનું કે ભારતમાં જેમ વડાપ્રધાન હોય છે તેમ જર્મનીમાં દેશના વડાને ચાન્સેલર કહેવામાં આવે છે.

Advertisement

જર્મનીમાં,  તાજેતરમાં ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ વિરુદ્ધ સંસદના નીચલા ગૃહ બુન્ડસ્ટેગમાં અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.  રોયટર્સ અનુસાર,  જર્મનીના 733 સીટોવાળા નીચલા ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થયું હતું. આમાં 394 સભ્યોએ ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ વિરુદ્ધ મતદાન કર્યું, 207 સાંસદોએ તેમનું સમર્થન કર્યું, જ્યારે 116 સભ્યો ગેરહાજર રહ્યા.

સ્કોલ્ઝને બહુમતી મેળવવા માટે 367 સાંસદોના સમર્થનની જરૂર હતી. મતદાનના પરિણામો આવ્યા પછી તરત જ, ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે જર્મન રાષ્ટ્રપતિ ફ્રેન્ક વોલ્ટર સ્ટેઈનમેયરને સંસદ ભંગ કરવા અને નવી ચૂંટણીઓ યોજવા અપીલ કરી હતી.  જર્મનીમાં ચાન્સેલર ભારતમાં વડાપ્રધાનની જેવા હોય છે. ચાન્સેલર સ્કોલ્ઝે વિશ્વાસ મત મેળવવા માટે 15 જાન્યુઆરી સુધીનો સમય માગ્યો હતો. હવે બંધારણ મુજબ, જર્મન રાષ્ટ્રપતિએ 21 દિવસની અંદર જર્મન સંસદના નીચલા ગૃહને વિસર્જન કરવું પડશે અને 60 દિવસમાં નવી સામાન્ય ચૂંટણીઓ યોજવી પડશે. જો આમ થશે તો જર્મનીમાં  નિયત સમય કરતા 7 મહિના પહેલા ચૂંટણી યોજાશે.

Advertisement

2021માં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં, સ્કોલ્ઝની SDP પાર્ટીને 206 બેઠકો, ગ્રીન્સ પાર્ટીને 118 બેઠકો અને ફ્રી ડેમોક્રેટિક પાર્ટીને 92 બેઠકો મળી હતી. ત્રણેય પક્ષોએ ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. બજેટમાં ઘટાડાથી ગઠબંધન તૂટી ગયું હતું અને ત્યારથી  જર્મનીમાં આ રાજકીય કટોકટી  શરુ થઇ હતી. ત્યારે ચાન્સેલર સ્કોલ્ઝે નવેમ્બરમાં તેમના નાણાં પ્રધાન ક્રિશ્ચિયન લિન્ડનરને બરતરફ કર્યા. સ્કોલ્ઝના આ નિર્ણય બાદ તેમની એસડીપી પાર્ટીનું ગ્રીન્સ પાર્ટી અને ક્રિશ્ચિયન લિંડનરની ફ્રી ડેમોક્રેટિક પાર્ટી સાથેનું ત્રણ વર્ષ જૂનું ગઠબંધન તૂટી ગયું હતું. ગઠબંધન તૂટ્યા પછી, તેમની સરકાર લઘુમતીમાં આવી ગઈ. ગઠબંધન તૂટવાનું કારણ 2025ના બજેટને લઈને દેશમાં વિવાદ હતો.

વાસ્તવમાં, રશિયા-યુક્રેન યુદ્ધને કારણે જર્મનીની અર્થવ્યવસ્થા ડૂબી ગઈ છે. અમેરિકા પછી જર્મની યુક્રેનને સૌથી વધુ આર્થિક મદદ કરી રહ્યું છે. જર્મન અર્થવ્યવસ્થાને ઠીક કરવા માટે ચાન્સેલર નાણાકીય સંસ્થાઓ પાસેથી વધુ લોન લેવા માગતા હતા, પરંતુ નાણામંત્રી તેનો વિરોધ કરી રહ્યા હતા. તેઓ ખર્ચ ઘટાડવાનો આગ્રહ રાખતા હતા. આ એ જ જર્મન છે કે જેણે પ્રથમ અને દ્વિતીય વિશ્વયુધ્ધમાં વિશ્વના અનેક દેશોને હંફાવ્યા હતા. ત્યારે હાલ જર્મનીની આર્થિક સ્થિતિ હાંફી ગઈ હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiChancellor Olaf Scholzgermanygovernment collapsesGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article