ઉત્તરભારતમાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદની શકયતા, , હવામાન વિભાગનો રિપોર્ટ
ઉત્તર ભારતના ઘણા ભાગોમાં શીત લહેર યથાવત છે. દિલ્હી-એનસીઆર સહિત વિવિધ વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં શીત લહેરોની સ્થિતિ પ્રવર્તે છે અને મોટાભાગના રાજ્યોમાં સવારમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહે છે. ઠંડીના દિવસોમાં વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.
રાજધાની દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન 10.05 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે વાદળછાયું આકાશ રહેવાની સંભાવના છે. કેટલીક જગ્યાએ ઝરમર વરસાદ પણ પડી શકે છે. મહત્તમ તાપમાન 16.99 સેલ્સિયસ રહેવાની ધારણા છે. ગઈકાલે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 13.53 સેલ્સિયસ જ્યારે મહત્તમ તાપમાન 23.54 સેલ્સિયસ નોંધાયું હતું. રવિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 23.54 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 13.53 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, હિમાચલ પ્રદેશના ઉચ્ચ વિસ્તારોમાં હળવાથી મધ્યમ હિમવર્ષા થઈ છે. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ થયો હતો. હિમાચલના ઘણા ભાગોમાં તાપમાન 1 થી 5 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું, જ્યારે ઉત્તર-પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં તાપમાન 6-10 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું.
હવામાન વિભાગે કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી સપ્તાહમાં ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. આગામી 48 કલાક દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફારની અપેક્ષા નથી અને ત્યારબાદ તે ધીમે ધીમે બે થી ત્રણ ડિગ્રી વધશે.