For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વડોદરામાં સમા જંકશન બંધ કરાતા હરણી સર્કલ પર ચક્કાજામની સ્થિતિ

05:39 PM Nov 24, 2024 IST | revoi editor
વડોદરામાં સમા જંકશન બંધ કરાતા હરણી સર્કલ પર ચક્કાજામની સ્થિતિ
Advertisement
  • સમા તળાવ જંકશન બ્રિજની કામગીરીને લીધે બે વર્ષ બંધ રહેશે,
  • મોટાભાગનાં વાહનો દુમાડ ચોકડીને બદલે ગોલ્ડન ચોકડી તરફથી શહેરમાં પ્રવેશે છે,
  • ટ્રાફિક જામને લીધે વાહનોની એક કિમી સુધી લાઈનો લાગે છે

વડોદરાઃ શહેરમાં વસતી સાછે વાહનોની સંખ્યા પણ વધી છે. એટલે સમા તળાવ જંકશન પર ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. તેના લીધે જંકશન તરફનો માર્ગ બંધ કરીને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.  પોલીસે 2 વર્ષ માટે જાહેરનામું બહાર પાડી ડાઇવર્ઝન આપ્યા હતા. જેને પગલે  મોટાભાગનાં વાહનો દુમાડ ચોકડીને બદલે ગોલ્ડન ચોકડી તરફથી શહેરમાં પ્રવેશે છે. જેથી ગઈકાલે બપોરે હરણીથી એરપોર્ટ સર્કલ તરફના રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ રૂટના 10 પોઇન્ટ પર 25 જેટલા ટ્રાફિક પોલીસના કર્મી કામગીરી કરી રહ્યા છે.  છતાંયે માથાના દુઃખાવારૂપ ટ્રાફિક જામ થઈ રહ્યો છે.

Advertisement

શહેરના સમા તળાવ જંક્શન પર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નવા બ્રિજની કામગીરી શરૂ કરાઈ છે. આ દરમિયાન ટ્રાફિક સુચારૂ રીતે ચાલે તે હેતુથી પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી 2 વર્ષ માટે ટ્રાફિક ડાઇવર્ઝન બહાર પાડ્યું હતું. જેને પગલે વાહનચાલકો ગોલ્ડન ચોકડીથી શહેરમાં પ્રવેશતાં હોવાથી હરણીથી એરપોર્ટ સર્કલ પર  ગઈકાલે ચક્કાજામ થતાં 1 કિમી સુધી વાહનોની કતારો લાગી હતી. આ સિવાય એરપોર્ટ સર્કલ પર સિગ્નલની લાલ લાઇટનો સમય વધુ હોવાથી આ સમસ્યા સર્જાઈ રહી છે. ટ્રાફિક પોલીસે કહ્યું કે, ઊર્મિ બ્રિજ, સમા ટી પોઇન્ટ, એબેક્સ સર્કલ, સમા કેનાલ રોડ, દુમાડ, ગોલ્ડન ચોકડી તેમજ અમિતનગર બ્રિજ સહિત 10 પોઇન્ટ પર વિશેષ ટ્રાફિક પોલીસ તથા ટીઆરબી સહિત 25 જવાનો ઊભા રહી ટ્રાફિકનું નિયમન કરી રહ્યા છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બ્રિજની કામગીરી દરમિયાન ટ્રાફિક સુચારૂ રીતે ચાલે તે માટે જાહેરનામું બહાર પડાયું છે. મહત્ત્વના ડાઇવર્ઝન પર ટ્રાફિક પોલીસ, ટીઆરબી સહિત 25 કર્મીઓ ટ્રાફિકનું નિયમન કરાવી રહ્યા છે.  જરૂર જણાય તો વધુ પોલીસ કર્મીઓને ફરજ પર મુકવામાં આવશે

Advertisement

Advertisement
Tags :
Advertisement