For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ચૈત્રી આઠમઃ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપનનું ઉત્થાપન કરાયુ

05:59 PM Apr 05, 2025 IST | revoi editor
ચૈત્રી આઠમઃ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપનનું ઉત્થાપન કરાયુ
Advertisement

અંબાજીઃ નવ દિવસની ચૈત્રી નવરાત્રી હવે પૂર્ણતાની આરે છે ત્યારે આજે ચૈત્રસુદ અષ્ઠમીને અંબાજી મંદિરમાં યાત્રિકોની ભારે ઘોડાપૂર ઉમટી પડ્યું હતું, ત્યારે નવરાત્રિના પ્રથમ દિવસે ઘટ્ટ સ્થાપન દરમિયાન વાવેલા જવેરાનું આજે ઉત્થાપન કરવામાં આવ્યું છે. ખાસ કરીને આજે અષ્ઠમીના રોજ ઉત્થાપન દરમિયાન વિશેષ આરતી પણ કરવામાં આવી હતી આઠ દિવસ દરમિયાન મંદિરના સભા મંડપમાં ઘટ્ટ સ્થાપનમાં ઉગેલા જવેરા જોતા આગામી સમય આર્થિક વૃદ્ધિ અને વરસાદની મિશ્ર પરિસ્થિતિ જોવા મળે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે. વરસાદ પણ પ્રમાણસર રહેવાનો જવેરાની વૃદ્ધિના આધારે માનવામાં આવી રહ્યું છે. આજે આ ઉત્થાપન દરમિયાન ભટ્ટજી મહારાજે આરતી ઉતારી ગુજરાત સહીત દેશભરમાં સુખશાંતિ સમૃદ્ધિને રોગમુક્ત બને તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

Advertisement

ચૈત્રી નવરાત્રિનાં આઠમાં દિવસે અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. યાત્રાધામ અંબાજીમાં નવરાત્રિની આઠમ ભરવાનો વિશેષ મહત્વ છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીની આરતીમાં જોડાયા. આઠમ ભરવા માટે દૂર દૂરથી માતાજીના ભક્તો માઁ અંબાના દર્શને આવ્યાં. નવરાત્રિની આઠમ નિમિત્તે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવી. વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં જય જય અંબેના નાદ સાથે મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું હતું. નવરાત્રિમાં સતત નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે. ઉપવાસ રાખવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે માતાજીની પૂજા-અર્ચનાનો ઉત્સવ શુભ મુહૂર્તમાં કળશની સ્થાપના સાથે શરૂ થાય છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ પર દુર્ગાની પૂજા કરવાથી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement