For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદના શિવાનંદ આશ્રમમાં જગદગુરુ આદિ શંકરાચાર્યજીના જન્મોત્સવની ઉજવણી

06:40 PM May 03, 2025 IST | revoi editor
અમદાવાદના શિવાનંદ આશ્રમમાં જગદગુરુ આદિ શંકરાચાર્યજીના જન્મોત્સવની ઉજવણી
Advertisement
  • 21મી સદીમાં શંકરાચાર્યજીના ઉપદેશ મહત્વનાઃ પરમાત્માનંદજી સરસ્વતીજી
  • શંકરાચાર્યજી ભૂતકાળની સાથે ભવિષ્યના પણ છેઃ ભાગ્યેશ જ્હાં

અમદાવાદ શહેરમાં શિવાનંદ આશ્રમ ખાતે જગદ્ ગુરૂ આદિ શંકરાચાર્યજીના જન્મોત્સવની ઊજવણી કરાશે. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને પરમાત્માનંદજી સરસ્વતી, આચાર્ય મહા મંડલેશ્વર પ.પૂ.સ્વામી વિશોકાનંદ ભારતીજી સહિતના મહાનુભાવોએ શંકરાચાર્યજી અને સનામતધર્મ વિશે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા લોકોને જ્ઞાનદર્શન કરાવ્યું હતું.

Advertisement

આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેલા પરમાત્માનંદજી સરસ્વતીજીએ જણાવ્યું હતું કે, 21મી સદીમાં શંચરાચાર્યજીના ઉપદેશ કામના છે. વિશ્વમાં જેટલા પણ ધર્મ થયા તે બધાને ધ્યેય આપે છે પરંતુ સનાતની મહાનતા એ છે કે, તે ધ્યેય નથી આપતું પરંતુ જે ધ્યેય અનાદીકાળથી મનુષ્ય શોધે છે તેનો ઉપાય આપે છે. આપણે તમામ શંકરાચાર્ય પરંપરાના છીએ. શંકરાચાર્યજીએ ચાર શિષ્યોને જ્ઞાન આપવાની સાથે ચાર દિશામાં મઠની સ્થાપના કરીને વેદની મહાનતા તમામ લોકો સુધી પહોંચાડી છે.  આજે ભારતમાં શંકરાચાર્યજીની 108 ફુટ ઉંચી પ્રતિમા સ્થાપિત થયેલી છે, તેમજ 70 એકરમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ વિદ્યાલય બની રહ્યું છે.

Advertisement

આ પ્રસંગ્રે આચાર્ય મહા મંડલેશ્વર પ.પૂ.સ્વામી વિશોકાનંદ ભારતીજીએ જણાવ્યું હતું કે, શંકરાચાર્યજી સમાનતાના ઉપાસક હતા. કંકરથી લઈને શંકરનું વ્યાખ્યાન કરે તે શંચારાચાર્યજી. રાજશેખર શિકાર કરવા ગયા ત્યારે તેમને ઝરણા પાસે સ્વંભૂ શિવલીંગના દર્શન થયાં હતા. રાત્રે સ્વપ્ન આવ્યું ત્યાં ભગવાને તેમને મંદિર બનાવીને વિદ્યાધરજી (શંકરાચાર્યજીના દાદા)ને પુજારી બનાવવા માટે કહ્યું હતું. વિદ્યાધરજીના ઘરે શિવગુરુનો જન્મ થયો હતો. શિવગુરુના ઘરે શંકરાચાર્યજી અવતર્યાં હતા. શંકરાચાર્યજી મહારાજ દૈવીય અવતાર છે. શંકરાચાર્યજી ભગવાન શંકરનો અવતાર છે.

સાહિત્યકાર ભાગ્યેશ જહાએ જણાવ્યું હતું કે, શંકરાચાર્યજી ભૂતકાળની સાથે ભવિષ્યના પણ છે. તેમણે જ આપણને જોડતા મંત્રોનો પુનઃરોધાર કર્યો હતો. શંકરાચાર્યજીએ જ હિન્દુ વિચારધારા સમજાવી હતી. તેમણે સ્ત્રોત સાહિત્ય, વિશાળ ચિંતન અને ભાષ્ય આપ્યાં છે. આપણે 100 વર્ષ સુધી વેદનો અભ્યાસ કરીશું ત્યારે કહી શકી છું કે, અહો બ્રહ્માસમી. શંકરાચાર્યજીએ જે કામ કહ્યું છે તેવુ કરવું હોય તો આપણે બધુ ભુલી આપણે હિન્દું છીએ અને આપણા માતા-પિતા શિવ-શક્તિ છે તેવુ માનવું પડશે. 

આ પ્રસંગ્રે વિશાલ જોશીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે પશુમાં હું ગાય છું, પ્રાણીમાં સિંહ છુ, પ7ઓમાં ગરૂડ છું, આ જ આપણને શંકરાચાર્યજીએ સમજાવ્યું છે. શંકરાચાર્યજીએ ધર્મ અને ધરતીનો એકેશ્વરવાદ આપણને શિખવાડ્યું છે. તમામ શાસન વ્યવસ્થાના સિદ્ધાંતો પણ શંકરાચાર્યજીએ જ શિખવાડ્યાં છે. આ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રજ્વલન અને મહાનુભાવોના સ્વાગતથી થયો હતો. ત્યારબાદ ઋષિપૂત્રો દ્વારા જગદ્ ગુરૂ આદિ શંકરાચાર્યજીના સ્ત્રોતની પ્રસ્તૃતિ કરી હતી.

Advertisement
Tags :
Advertisement