For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

CBSE બોર્ડનું પરિણામ ધોરણ-10નું પરિણામ 93.66 ટકા અને ધોરણ-12નું 88.39 ટકા

05:41 PM May 13, 2025 IST | revoi editor
cbse બોર્ડનું પરિણામ ધોરણ 10નું પરિણામ 93 66 ટકા અને ધોરણ 12નું 88 39 ટકા
Advertisement
  • વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓએ બાજી મારી
  • ધો-10માં ત્રિવેન્દ્રમનું સૌથી વધુ પરિણામ
  • ગત વર્ષ કરતા આ વર્ષેનું વધુ પરિણામ

અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)નું ધોરણ 10 અને 12ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે ધોરણ 10નું પરિણામ 93.66 ટકા આવ્યું છે. ગયા વર્ષે પરિણામ 93.60 ટકા હતું. એટલે કે આ વખતે 10નું પરિણામ 0.06% વધુ આવ્યું છે. જેમાં ત્રિવેન્દ્રમે બાજી મારી છે. ત્રિવેન્દ્રમમાં 99.79 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ પછી, વિજયવાડાનું પરિણામ 99.79 ટકા આવ્યું છે. 10મા ધોરણની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ દરમિયાન યોજાઈ હતી. આ વર્ષે લગભગ 44 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. જ્યારે ધો.12ની પરીક્ષાનું પરિણામ 88.39% આવ્યુ છે. જે ગયા વર્ષ કરતાં વધુ છે. આંધ્રપ્રદેશના વિજયવાડામાં સૌથી વધુ 99.60 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

Advertisement

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)નું ધોરણ 10 અને 12ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે ધોરણ 10નું પરિણામ 93.66 ટકા આવ્યું છે. ગયા વર્ષે પરિણામ 93.60 ટકા હતું. એટલે કે આ વખતે 10નું પરિણામ 0.06% વધુ આવ્યું છે. જ્યારે ધોરણ 12નું પરિણામ 88.39% આવ્યુ છે. જે ગયા વર્ષ કરતાં વધુ છે. આંધ્રપ્રદેશના વિજયવાડામાં સૌથી વધુ 99.60 વિદ્યાર્થીઓ પાસ થયા છે. CBSE બોર્ડના 12મા ધોરણના પરિણામમાં છોકરા અને છોકરીઓની ટકાવારી વિશે વાત કરીએ તો, આ વર્ષે છોકરીઓની પાસ થવાની ટકાવારી 91.64 ટકા છે, જ્યારે છોકરાઓની પાસ થવાની ટકાવારી 85.71 ટકા છે. તેથી છોકરીઓની પાસ થવાની ટકાવારી છોકરાઓ કરતા 5.94% વધુ છે. આ વર્ષનું પરિણામ 2024 કરતા સારું રહ્યું છે.  વિદ્યાર્થીઓ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ cbse.gov.in પર જઈને તમારું પરિણામ જોઈ શકે છે.  આ ઉપરાંત DigiLocker, UMANG એપ અને SMS સેવાઓ દ્વારા પણ પરિણામ જોઈ શકાય છે.

CBSE બોર્ડ મેરિટ લિસ્ટ જાહેર કરતું નથી. આ સિવાય પરિણામમાં કોઈ ટોપર વિદ્યાર્થી જાહેર કરવામાં આવ્યો નથી. બોર્ડ બધી સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓને પણ આ સૂચનાઓ આપે છે કે કોઈપણ વિદ્યાર્થીને સ્કૂલ કે જિલ્લામાં ટોપર જાહેર ન કરવામાં આવે.ધોરણ 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 4 એપ્રિલ દરમિયાન લેવામાં આવી હતી. 17.88 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. કુલ 42 લાખ વિદ્યાર્થીએ ધોરણ 10 અને 12 બંનેની પરીક્ષા આપી હતી.પરિણામ જાહેર થયા પછી વિદ્યાર્થીઓ તેમની માર્કશીટ ઓનલાઈન જોઈ શકે છે, પરંતુ આ ફક્ત ટેમ્પરરી છે. વિદ્યાર્થીઓએ તેમની મૂળ માર્કશીટ તેમની સ્કૂલમાંથી મેળવવાની રહેશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement