હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

CBSE બોર્ડ દ્વારા ધો. 10 અને 12ની પરીક્ષા માટે ખાનગી વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનો પ્રારંભ

05:23 PM Sep 09, 2025 IST | Vinayak Barot
Advertisement

અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) દ્વારા ધોરણ 10 અને 12 માટે ખાનગી વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાયો છે.  ખાનગી વિદ્યાર્થીઓ ધો.10 અને 12ની પરીક્ષાનું રજીસ્ટ્રેશન સીબીએસઈની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી કરી શકશે. સ્કૂલમાં નિયમિત રીતે નોંધાયેલા નથી, પરંતુ પરીક્ષા આપવા ઇચ્છે છે. એવા વિદ્યાર્થીઓ પરીક્ષા ફાર્મ ભરી શકશે.

Advertisement

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) દ્વારા ધોરણ 10 અને 12 માટે ખાનગી વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાયો છે. ચાલુ વર્ષે ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓને માટે કુલ ચાર કેટેગરીની વ્યવસ્થા રાખવામાં આવી છે જેમાં પ્રાઈવેટ, એસેન્સિયલ રીપીટ, કપાર્ટમેન્ટ, ઈપ્રુવમેન્ટ ઓફ પર્ફોમન્સ એમ કુલ ચાર વિભાગો રાખવામાં આવ્યા છે. ફોર્મ ભરતી વખતે યોગ્ય વિષયનો કોડ અને વ્યક્તિગત સાચી માહિતી સાચી રીતે ભરવી અનિવાર્ય છે. વિલંબથી ફોર્મ ભરવા પર વધારાનો ચાર્જ લાગશે. મુખ્ય શૈક્ષણિક વિષયો માટે 80 20નું પૅટર્ન લાગુ થશે, જ્યારે વોકેશનલ વિષયો માટે 60 40, 70 30 અથવા 50 50ના પેટર્ન લાગુ પડશે. દરેક વિષય માટે થિયરી, પ્રેક્ટિકલ/આંતરિક ગુણ અને 33% લઘુત્તમ પાસ માર્ક્સ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યા છે.

સીબીએસઈ બોર્ડ દ્વારા ચાર કેટેગરી નક્કી કરવામાં આવી છે. જેમાં ખાનગી વિદ્યાર્થીઓ કે જે સ્કૂલમાં નિયમિત રીતે નોંધાયેલા નથી, પરંતુ પરીક્ષા આપવા ઇચ્છે છે. બીજી કેટેગરી ઇસેન્શયલ રિપિટ, જેમાં ગયા વર્ષે પાસ ન થઈ શકેલા વિદ્યાર્થીઓ ફરીથી સંપૂર્ણ પરીક્ષા આપી શકે છે. ત્રીજી કેટેગરી કમ્પાર્ટમેન્ટ, જેમાં એક કે બે વિષયમાં નિષ્ફળ વિદ્યાર્થીઓ ફક્ત તે વિષય ફરી આપી શકે છે. જ્યારે ચોથી કેટેગરી ઇમ્પ્રૂવમેન્ટ ઓફ પર્ફોમન્સ, જેમાં પાસ થયા છતાં માર્ક્સ સુધારવા ઇચ્છુક વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaraticbseGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular Newsregistration of private students beginsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharStd. 10 and 12 examsTaja Samacharviral news
Advertisement
Next Article