કાજુ આરોગ્ય માટે ફાયદાકારકની સાથે વજન ઘટાડવા માટે મહત્વના
કાજુ ખૂબ જ શક્તિશાળી સૂકા ફળ છે. આ ખાવાથી શરીર સ્વસ્થ બને છે અને અનેક પ્રકારની બીમારીઓ દૂર થઈ શકે છે. કાજુ ઘણા સારા લાગે છે. તેનો ઉપયોગ મોટાભાગે નાસ્તા, શાકભાજી અથવા મીઠાઈ તરીકે થાય છે. આમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, કોપર, ઝિંક, આયર્ન, મેંગેનીઝ અને સેલેનિયમ જેવા પોષક તત્ત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખજાનો ગણાય છે. ઘણા લોકો માને છે કે કાજુ ખાવાથી વજન વધે છે. જેના કારણે ઘણા લોકો કાજુ ખાવાનું ટાળે છે. આવી સ્થિતિમાં આવો જાણીએ કે આમાં કેટલુ સત્ય છે.
શું કાજુ ખાવાથી વજન વધે છે?
નિષ્ણાતોનું કહેવું છે કે, કાજુમાં પ્રોટીન, મિનરલ્સ અને હેલ્ધી ફેટ્સ ભરપૂર માત્રામાં હોય છે. આ ખાવાથી હૃદયની તંદુરસ્તી અને પાચનક્રિયા સ્વસ્થ રહે છે. કાજુ ખાવાથી વજન વધે છે તે કહેવું બિલકુલ ખોટું છે. જો કાજુને મર્યાદિત માત્રામાં ખાવામાં આવે તો તેનાથી વજન વધતું નથી પરંતુ તેને ઘટાડવામાં મદદ મળી શકે છે. જો કે વધુ પડતા કાજુ ખાવાથી વજન વધી શકે છે.
કાજુ કેવી રીતે વજન ઘટાડે છે
કાજુમાં વિટામિન અને મેગ્નેશિયમ જેવા ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે, જે શરીરને એનર્જી પ્રદાન કરે છે. તેઓ ગ્લુકોઝ ચયાપચયમાં પણ મદદ કરે છે. તેમાં હાજર મેગ્નેશિયમ વજન ઘટાડવામાં અસરકારક છે. કાજુ ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને ભૂખ નિયંત્રણમાં રહે છે, જેનાથી વજન જળવાઈ રહે છે. કાજુ પાચન તંત્ર માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેમાં જોવા મળતા ફાઈબર પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને વજન વધવા દેતું નથી. કાજુ ખાવાથી હ્રદયના હેલ્થમાં સુધારો થવાની સાથે ત્વચાને ફાયદો મળે છે.
કાજુ ખાવાના ગેરફાયદા
વધુ માત્રામાં કાજુ ખાવાથી વજન વધી શકે છે, તેથી તેને મર્યાદિત માત્રામાં જ ખાવું જોઈએ. કાજુમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે, જે હૃદય રોગનું જોખમ વધારી શકે છે. કાજુમાં વધારે માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને બગાડી શકે છે.