મુખ્યમંત્રી આતિશી વિરુદ્ધ આદર્શ આચારસંહિતા ભંગ બદલ કેસ નોંધ્યો
નવી દિલ્હી: દિલ્હી પોલીસે મંગળવારે મુખ્યમંત્રી આતિશી વિરુદ્ધ આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા અને જાહેર સેવકોને તેમની ફરજો બજાવવામાં અવરોધ ઉભો કરવા બદલ કેસ નોંધ્યો છે. મુખ્યમંત્રી આતિશી દિલ્હીની કાલકાજી વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે,, "અમે કાલકાજીના AAP ઉમેદવાર વિરુદ્ધ ગોવિંદપુરી પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ FIR નોંધાવી છે અને વધુ તપાસ ચાલી રહી છે." તેમણે કહ્યું કે AAP ઉમેદવાર 50-70 સમર્થકો અને 10 વાહનો સાથે ફતેહ સિંહ માર્ગ પર પહોંચ્યા હતા.' તેમણે કહ્યું કે પોલીસે આતિશીને આદર્શ આચારસંહિતા માર્ગદર્શિકા મુજબ વિસ્તાર ખાલી કરવાનો નિર્દેશ આપ્યો હતો પરંતુ તેણીએ એક અધિકારીને તેની ફરજો બજાવવામાં અવરોધ ઉભો કર્યો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં, આતિશીએ ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઉમેદવાર રમેશ બિધુરી અને તેમના પરિવારના સભ્યો ખુલ્લેઆમ "ગુંડાગીરી" માં સામેલ છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.