For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમેરિકામાં કાર્ગો પ્લેન ક્રેશ, ચાર વ્યક્તિના મોત

03:59 PM Nov 05, 2025 IST | revoi editor
અમેરિકામાં કાર્ગો પ્લેન ક્રેશ  ચાર વ્યક્તિના મોત
Advertisement

અમેરિકાના કેંટકીમાં એક વિમાન દૂર્ઘટના સર્જાઈ હતી. કેંટકી રાજ્યમાં લુઈસવિલે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે એક પ્લેન ક્રેશ થયું હતું. દૂર્ઘટનાને લઈને કેંટકીના ગવર્નર એન્ડી બેશિયરએ જણાવ્યું હતું કે, મારુ માનવું છે કે, આ દૂર્ઘટનામાં ઓછામાં ઓછા 3 વ્યક્તિના મોત થયા છે. જ્યારે 11 વ્યક્તિઓ ઈજાગ્રસ્થ થયાં છે. જો કે, આ દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ચાર ઉપર પહોંચ્યો છે. તેમણે માન્યુ હતું કે, પીડિતોની સંખ્યામાં વધારો થઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ અમને ચાલકદળની સ્થિતિને લઈને કોઈ જાણકારી મળી હતી. એક વીડિયો જોયો હતો જેને જોઈને લાગે છે કે, આપણે તમામ તેમને લઈને ખુબ ચિંતિત છીએ.

Advertisement

એરપોર્ટ ઓથોરિટીએ એક્સ ઉપર જણાવ્યું હતું કે, તમામ એર ઓપરેશન બંધ કરવામાં આવ્યાં છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં એરપોર્ટમાં ધુમાડાના ગોટેગોટા દાખાય છે. જેનાથી અંદાજ લાગાવી શકાય છે કે, આ દૂર્ઘટના કેટલી ખતરનાક છે. અધિકારીઓ જણાવ્યું હતું કે, વિમાનમાં ઓછામાં ઓછુ 38 હજાર ગેલેન જેટ ઈંધણ હતું. સુત્રોના જણાવ્યા અનુસાર સ્થાનિય સમય અનુસાર 17.15 કલાકે લુઈસવિલે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉડાન ભરતી વખતે યુપીએસ કાર્ગો વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થયું હતું. જે બાદ તેમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement