For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વાઘોડિયાના જરોદ પાસે કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ ઝાડ પર ઊંધી લટકી

05:06 PM Oct 23, 2025 IST | Vinayak Barot
વાઘોડિયાના જરોદ પાસે કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ ઝાડ પર ઊંધી લટકી
Advertisement
  • મુંબઈથી ઉત્તર પ્રદેશ જઈ રહેલી કારને અકસ્માત નડ્યો,
  • કારમાં સવાર એકનું મોત, ચારને ગંભીર ઈજા,
  • સ્થાનિક લોકોએ કારમાંથી ઘવાયેલા પ્રવાસીઓને બહાર કાઢ્યાં

વડોદરાઃ જિલ્લાના વાઘોડિયા તાલુકા નજીક જરોદ પાસે હાઈવે પર મુંબઈથી ઉત્તર પ્રદેશ તરફ જઈ રહેલી એક XUV કાર પૂરફાટ ઝડપે ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે કાર ઉછળીને નજીકના એક ઝાડ પર ઊંધી લટકી ગઈ હતી, જેના કારણે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતના બનાવમાં એકનું મોત નિપજ્યુ હતું જ્યારે ચાર જણાને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Advertisement

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, વાઘોડિયા તાલુકા નજીક જરોદ પાસે હાઈવે પર મુંબઈથી ઉત્તર પ્રદેશ તરફ જઈ રહેલી એક XUV કાર પૂરફાટ ઝડપે ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે કાર ઉછળીને નજીકના એક ઝાડ પર ઊંધી લટકી ગઈ હતી  આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર મુંબઈના રહેવાસી 51 વર્ષીય મજહરૂદ્દીન અન્સારીનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળેથી પસાર થતા રાહદારીઓ અને સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ કારને માંડ સીધી કરીને તેમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માત અંગે પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. જરોદ પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement