હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગુજરાતમાં 5 વર્ષમાં રૂ. 86.418 કરોડનું મૂડી રોકાણ, 3.98 લાખ કરતાં વધુ રોજગારીનું સર્જન

04:22 PM Aug 29, 2025 IST | Vinayak Barot
Advertisement

ગાંધીનગરઃ લઘુ ઉદ્યોગો એ રોજગારી સર્જન, ગરીબી નિવારણ અને ઔદ્યોગિક વિકાસમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે, એટલે કે લઘુ ઉદ્યોગો દેશના આર્થિક વિકાસનો પાયો છે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે તા. 30 ઓગસ્ટના રોજ ‘રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.

Advertisement

કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને યુવાઓને રોજગારીની વધુ તકો પૂરી પાડી આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના પરિણામે રાજ્યમાં વર્ષ 2021-25થી એમ છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે રૂ. 86.418 કરોડનું મૂડી રોકાણ તેમજ 3.98 લાખ કરતાં વધુ રોજગારીનું સર્જન થયું છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા 1.69 લાખ કરતાં વધુ ક્લેઇમ અરજીઓ સંદર્ભે રૂ. 7.300 કરોડથી વધુની સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે લઘુ ઉદ્યોગોના વિકાસ માટે વિવિધ નીતિઓ, નાણાકીય સહાય, તાલીમ અને માર્કેટિંગ સપોર્ટ દ્વારા મજબૂત વાતાવરણ ઊભું કર્યું છે. જે અન્વયે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્ય ઉદ્યોગ મંત્રી  જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં નાણાકીય વર્ષ 2024-25માં ગુજરાતમાં રૂ. 42.774  કરોડથી વધુના રોકાણ દ્વારા 1.65 લાખ કરતાં વધુ નવી રોજગારીનું સર્જન થયું છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા 21 હજાર કરતાં વધુ એકમોને રૂ. 958 કરોડ જેટલી નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવી છે.

Advertisement

‘ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ’-ZED અંતર્ગત રાજ્યના અંદાજે 1.10 લાખ જેટલા MSME એકમોનું રજિસ્ટ્રેશન અને 66 હજાર કરતાં વધુ એકમોએ ZED પ્રમાણપત્ર મેળવતા ગુજરાતે દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ZED રજિસ્ટ્રેશન, સર્ટિફિકેશન તથા વાઈબ્રન્ટ ગુજરાત જેવી વિવિધ પહેલ થકી ગુજરાત દેશના MSME ક્ષેત્રે અગ્રેસર બન્યું છે. વધુમાં, રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન અંદાજે 17.39 લાખ ઉદ્યમ રજિસ્ટ્રેશનની નોંધણી થઈ છે, જેમાં 2.91 લાખ કરતાં વધુ મહિલા સાહસિકોની ભાગીદારી નોંધાઈ છે.

Advertisement
Tags :
5 yearsAajna SamacharBreaking News GujaratigujaratGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsRs. 86.418 crore capital investmentSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article