For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગરમાં ડમ્પિંગ સાઈટ પર 250 ટન ઘન કચરાનો નિકાલ માટેની ક્ષમતા વિક્સાવાશે

06:18 PM Jul 18, 2025 IST | Vinayak Barot
ગાંધીનગરમાં ડમ્પિંગ સાઈટ પર 250 ટન ઘન કચરાનો નિકાલ માટેની ક્ષમતા વિક્સાવાશે
Advertisement
  • સેક્ટર-30 ડમ્પિંગ સાઇટ ખાતે કુલ 92 કરોડ રૂપિયાના ખર્ચે પ્રોજેક્ટને મંજુરી,
  • મટીરીયલ રિકવરી ફેસેલિટી- એમઆરએફ પ્લાન્ટ સ્થાપિત કરાશે,
  • MRF પ્લાન્ટ સ્થાપિત કરવાની કામગીરી ખાનગી એજન્સીને સોંપવામાં આવી

ગાંધીનગરઃ શહેરભરમાંથી એકત્ર કરાતો કચરો સેકટર 30 ખાતેની ડમ્પિંગ સાઈટ પર ઠાલવવામાં આવતો હોય છે. આ ઘન કચરાની સાઈટને લીધે વિરોધ પણ ઊઠ્યો છે. મ્યુનિ.કોર્પોરેશન માટે ડમ્પિંગ સાઇટનો વિષય પેચીદો બન્યો છે અને નવી સાઇટ નક્કી થઇ રહી નથી ત્યારે હાલની સેક્ટર-30 ખાતેની સાઇટ પર એકત્ર થતા કચરાના નિકાલ માટે અદ્યતન ટેક્નોલોજી કામે લગાવવામાં આવી છે અને ધીમે ધીમે કચરાનો નિકાલ કરીને જગ્યા ખુલ્લી કરવામાં આવી રહી છે. હવે દરરોજના 250 ટન ઘન કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરી શકાય તેવી ક્ષમતા સાથેની મટીરીયલ રિકવરી ફેસેલિટી- એમઆરએફ પ્લાન્ટ સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

ગાંધીનગર શહેરના સેક્ટર-30 પરની  ડમ્પિંગ સાઇટ ખાતે કુલ 35.92 કરોડ રૂપિયાના ખર્ચે કચરા નિકાલના પ્રોજેક્ટને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ ચેરમેન ગૌરાંગ વ્યાસના કહેવા પ્રમાણે આ પ્રોજેક્ટ પીપીપીના ધોરણે હાથ ધરવામાં આવ્યો છે. જેથી મ્યુનિ.કોર્પોરેશન પર આર્થિક ભારણ ઓછું રહેશે. એમઆરએફ પ્લાન્ટ સ્થાપિત કરવાની કામગીરી ખાનગી એજન્સીને સોંપવામાં આવી છે. કુલ 35.92 કરોડના ખર્ચમાંથી 60 ટકા એટલે કે 21.56 કરોડ રૂપિયાનો ખર્ચ આ એજન્સી કરશે જ્યારે મ્યુનિના ફાળે 40 ટકા એટલે કે 14.36 કરોડ રૂપિયા ચૂકવવાના થશે. ખાનગી એજન્સી દ્વારા અહીં બાયોગેસ યુનિટ અને પ્રોસેસ યુનિટ પણ મૂકવામાં આવશે. હાલમાં ગાંધીનગર શહેરમાંથી દરરોજ 240 મેટ્રિક ટન કચરાનો નિકાલ થાય છે જે તમામ સેક્ટર-30ની ડમ્પિંગ સાઇટ પર ઠાલવવામાં આવે છે. હાલ જૂના કચરાના નિકાલ માટે ભારે ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી છે. ડમ્પિંગ સાઇટ પરની 1 લાખ ચોરસમીટરથી વધુ ક્ષેત્રફળની જમીન પરથી કચરો પ્રોસેસિંગની દૂર કરીને જમીન ખુલ્લી કરી ટ્રી પ્લાન્ટેશન કરવાનું આયોજન છે. અત્યાર સુધીમાં 45 હજાર ચોરસમીટર જગ્યા ખુલ્લી કરાઇ છે. નવો પ્લાન્ટ સ્થાપિત થયા બાદ તેની ક્ષમતા મુજબ રોજે રોજના કચરાનું પણ પ્રોસેસિંગ કરી શકાશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement