For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં ધો.10 અને 12ના પરીક્ષાર્થીઓને કેન્દ્ર શોધવા ક્યુઆર કોડ અપાશે

06:45 PM Feb 14, 2025 IST | revoi editor
અમદાવાદમાં ધો 10 અને 12ના પરીક્ષાર્થીઓને કેન્દ્ર શોધવા ક્યુઆર કોડ અપાશે
Advertisement
  • અમદાવાદના ગ્રામ્ય DEOએ ક્યુઆર કોડ સાથેની પુસ્તિકા લોન્ચ કરી
  • ક્યુઆર કોડ સ્કેન કરીને વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર સુધી પહોંચી શકશે
  • વિદ્યાર્થીઓને નિશાન સિદ્ધત્વ ટુ પોઈન્ટ ઝીરો નામની પુસ્તિકા પ્રશ્નો સોલ્વ કરવામાં મદદ મળશે

અમદાવાદ:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો 27 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. ત્યારે અમદાવાદમાં પરીક્ષાર્થીઓને પોતાના પરીક્ષાકેન્દ્રો શોધવામાં મુશ્કેલી ન પડે તે માટે ગ્રામ્ય ડીઈઓ દ્વારા ક્યુઆર કોડ જારી કરવામાં આવ્યો છે.

Advertisement

અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓને પોતાના પરીક્ષા સેન્ટર શોધવામાં મુશ્કેલીઓ પડતી હોય છે. ઘણીવાર પરીક્ષા સેન્ટર નહીં મળતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે. પરંતુ વિદ્યાર્થીઓની આ મૂંઝવણને પણ દૂર કરવાનો પ્રયાસ અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારીએ કર્યો છે. એક પુસ્તિકાના માધ્યમથી પરીક્ષા સેન્ટરના ક્યુઆર કોડ રજૂ કરીને વિદ્યાર્થીઓને છેલ્લી ઘડીએ કોઈ મુશ્કેલી ન પડે અને ક્યુઆર કોડ સ્કેન કરીને વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર સુધી પહોંચી શકે તેવો નવતર પ્રયોગ હાથ ધરાયો છે.

ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓને છેલ્લી ઘડીની તૈયારીઓ કરી અને પરીક્ષામાં સારા માર્ક મેળવી શકે તેમ જ પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને સૌથી મોટી મૂંઝવણ પરીક્ષા સેન્ટર શોધવાની હોય છે અને એ મૂંઝવણને પણ દૂર કરવાનો પ્રયાસ એક મિશન સિદ્ધાંતમાં 2.0 ના માધ્યમથી અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારીએ કર્યો છે.

Advertisement

અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી ગ્રામ્ય કૃપા જહાએ જણાવ્યું કે, પરીક્ષાને હવે 15 દિવસ જેટલો સમય રહ્યો છે અને આ પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓને તૈયારીમાં કેવી રીતે અનુરૂપ થઈ શકાય તે પ્રયાસ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ માટે નિશાન સિદ્ધત્વ ટુ પોઈન્ટ ઝીરો નામની આ પરીક્ષા સાથે પુસ્તક છેલ્લી ઘડીએ પણ એ પ્રશ્નોને સોલ્વ કરી લેશે તો વિદ્યાર્થીઓ સારા એવા માર્ક્સ બોર્ડની પરીક્ષામાં મેળવી શકશે. જે તે વિષયના નિષ્ણાત શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રશ્નોની એક પુસ્તિકા બનાવી છે. જે વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી બનશે.પરીક્ષામાં જે તે વિષયમાં આવતા પ્રશ્નોના જવાબોનું વાંચન વિદ્યાર્થીઓ છેલ્લી ઘડીએ પણ કરી લેશે તો તે તેઓને ખૂબ ઉપયોગી બની રહેવાનું છે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓને પરીક્ષામાં અલગ અલગ પરીક્ષા સેન્ટર પર નંબર આવતો હોય છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે વિદ્યાર્થી ને પરીક્ષા સેન્ટર છેલ્લી ઘડીએ મળતો નથી તો આવી તકલીફને ધ્યાનમાં રાખીને આ પુસ્તિકામાં પરીક્ષા સેન્ટરના ક્યુઆર કોડ બનાવવામાં આવ્યા છે. જેને સ્કેન કરવાથી મેપમાં જે તે સેન્ટરનું લોકેશન મળી રહેવાનું છે. એટલે વિદ્યાર્થીઓને આ મૂંઝવણ પણ દૂર કરવાનો પ્રયાસ અમે કર્યો છે. આપ પુસ્તિકા દરેક શાળાઓમાં પણ આપવામાં આવશે સાથે સાથે તેની પીડીએફ વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચે જેથી કરીને વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરી શકે તેવો પણ પ્રયાસ કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement