For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં વધતા જતા કેન્સરના દર્દીઓ, દર વર્ષે 71000 કેસ નોંધાય છે

05:31 PM Dec 19, 2024 IST | revoi editor
ગુજરાતમાં વધતા જતા કેન્સરના દર્દીઓ  દર વર્ષે 71000 કેસ નોંધાય છે
Advertisement
  • છેલ્લા 5 વર્ષમાં કેન્સના 1.96 લાખ કેસ નોંધાયા,
  • ગુજરાતમાં દર વર્ષે કેન્સરને લીધે 38000 દર્દીઓ મોતને ભેટે છે,
  • કેન્સરના રોગ સામે લોકોમાં જાગૃતિ આણવી જરૂરી

અમદાવાદઃ ગુજરાતમાં કેન્સના દર્દીઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તમાકૂં-પાન-માસાલાનું વ્યસન, તેમજ ખાદ્ય-ચિજોમાં ફર્ટીલાઈઝરનો વધતો વપરાશ સહિત અનેક કારણે કેન્સર માટે જવાબદાર છે. ઘણા લોકોને ત્રીજા કે ચોથા સ્ટેજમાં કેન્સર હોવાની ખબર પડતી હોય છે. કેન્સર સામે લોકોમાં જાગૃતતા પણ જરૂરી છે. રાજ્યમાં દર વર્ષે સરેરાશ 71 હજારથી વધુ કેન્સરના કેસ નોંધાય છે. તેમાંથી 55% કેસમાં એટલે કે 38 હજાર દર્દીના કેન્સરના લીધે મોત નીપજે છે.

Advertisement

કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલી માહિતી મુજબ ગુજરાતમાં 2019થી 2023 દરમિયાન કેન્સરના 3.57 લાખ કેસ નોંધાયા હતા. જેમાંથી 1.96 લાખથી વધુ દર્દીનાં મૃત્યુ નીપજ્યાં હતાં. 2023માં રાજ્યમાં સર્વાઇકલ કેન્સરના જ 17 હજારથી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે  2013થી 2023 દરમિયાન 10 વર્ષમાં રાજ્યમાં કેન્સરના કારણે 4 લાખ દર્દી મોતને ભેટ્યા હતા. આ દરમિયાન દેશમાં કેન્સરના 80 લાખ દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. દેશમાં 2023માં કેન્સરના 14.96 લાખથી વધુ કેસ નોંધાયા હતા.જેમાંથી 8 લાખથી વધુ દર્દીનાં મોત નીપજ્યાં હતાં.

નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ મુજબ છેલ્લાં 10 વર્ષમાં દેશમાં કેન્સરના 1.4 કરોડથી વધુ કેસ નોંધાયા હતા. જેમાં 80 લાખ દર્દીએ જીવ ગુમાવ્યા હતા. કેન્દ્ર સરકારે તાજેતરમાં લોકસભામાં આપેલી માહિતી મુજબ છેલ્લાં 10 વર્ષમાં કેન્સરના કારણે સૌથી વધુ 10.52 લાખ મોત ઉત્તરપ્રદેશમાં થયાં હતાં. ત્યારબાદ ક્રમશઃ મહારાષ્ટ્રમાં 6 લાખ, પશ્ચિમ બંગાળમાં 5.63 લાખ, બિહારમાં 5.39 લાખ, તમિલનાડુમાં 4.53 લાખ મોતનું કારણ કેન્સર હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement