હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને લીધે કેડિલા બ્રિજ રાતના સમયે તબક્કાવાર બંધ કરાશે

06:03 PM Mar 27, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ શહેર નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. જેમાં શહેરના સાબરમતીથી વટવા સુધીનું પાયલોટીંગનું કામ તથા સેગમેન્ટ લગાવવાનું ચાલી રહ્યું છે. આ કામકાજ અંતર્ગત કેડીલા બ્રિજની ઉપરના ભાગે પીલરો ઉપર સેગમેન્ટ લગાવવાની કામગીરી કરવામાં આવશે. આ કામગીરીને લીધે આગામી તા.6-4-2025થી તા.30-5-2025 સુધી રાતના સમયે કેડિલા બ્રિજ વાહનોની અવર-જવર માટે બંધ કરાશે, જોકે દિવસ દરમિયાન કેડિલા બ્રિજ ચાલુ રહેશે જ્યારે રાતના સમયે બ્રિજ બંધ કરાશે.

Advertisement

અમદાવાદ શહેરમાં બુલેટ ટ્રેનની કામગીરીને લીધે કેડિલા બ્રિજ 45 દિવસ માટે રાતના સમયે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ફક્ત રાત્રીના સમયગાળા દરમિયાન કરવામાં આવશે. સદરહું કામકાજ દરમિયાન ટ્રાફિક ડાયવર્ઝન કરાશે. જેમાં કેડીલા બ્રિજ ઉપર આવેલા ત્રણ રસ્તા પૈકી મધ્ય ભાગમાં આવેલા BRTS રોડ 45 દિવસ માટે બંને છેડાથી બંધ કરવામાં આવશે. કેડીલા બ્રિજ ઉપરથી અવર-જવર માટે થતી BRTS બસ દિવસ દરમિયાન બાજુમાં આપેલા બંને રોડનો ઉપયોગ કરી શકશે. જ્યારે સદર કેડીલા બ્રિજ ઉપર રાત્રી દરમિયાન અવર-જવર કરતાં વાહનો બંને બાજુ આવેલા રોડનો વારાફરતી ઉપયોગ કરી શકશે એટલે કે જે સાઈડનું કામ ચાલુ રહેશે તેની બાજુના રોડ ઉપર વાહન અવર-જવર કરી શકશે.

Advertisement
Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiBullet train project workCadilla Bridge closed in phases at nightGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article