હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

દરરોજ સવારે આ 3 યોગાસન કરવાથી શરીરમાં આખો દિવસ રહેશે એનર્જી

10:00 PM Aug 15, 2025 IST | revoi editor
Advertisement

આજના સમયમાં પોતાને ફિટ અને હૅલ્ધી બનાવી રાખવું એ આપણને સૌને પડકારજનક લાગે છે. આ જ કારણે, કેટલાય લોકો શારીરિક અને માનસિક સમસ્યાઓથી ત્રસ્ત થયેલા જોવા મળે છે. જો તમે પોતાની જાત માટે થોડોક સમય કાઢી શકો, તો ચોક્કસ ફિટ રહી જ શકો. આ માટે તમે સવારમાં યોગ અને ધ્યાન કરી શકો છો, જેનાથી તમારું શરીર મજબૂત બનશે એટલું જ નહિં પરંતુ સાથે-સાથે મનની શાંતિ પણ પ્રાપ્ત થશે! કેવળ આ 3 યોગાસનો કરીને પણ તમે દિનભર ઍનર્જીથી તરોતાજા રહેશો.

Advertisement

સૂર્ય નમસ્કારઃ સૂર્ય નમસ્કાર એક સંપૂર્ણ યોગાભ્યાસ છે, જેમાં 12 વિભિન્ન મુદ્રાઓ હોય છે. એ શરીરને લચીલું બનાવે છે, રક્તસંચારને સુચારુ બનાવે છે તથા માંસપેશીઓને સક્રિય કરે છે. તમે દરરોજ એને 5 થી 10 વાર દોહરાવી શકો છો. સૂર્ય નમસ્કારથી શરીરમાં સ્ફૂર્તિ જળવાઇ રહે છે.

બાલાસનઃ ‘બાલાસન’ને ચાઇલ્ડ પૉઝ પણ કહેવામાં આવે છે. આ અભ્યાસ કરતી વખતે શરીર બાળકની મુદ્રામાં આવી જાય છે. એને કરવા માટે સૌથી પહેલાં ઢીંચણ વાળીને બેસી જાઓ અને માથાને જમીન સાથે અડકાડો. ત્યારબાદ, બેઉ હાથને આગળની તરફ ફેલાવી દો. આ મુદ્રા કરવાથી કમર તથા ખભાને આરામ મળે છે અને તણાવ ઓછો થાય છે.

Advertisement

માર્જરી આસનઃ આ આસનને કેટકાઉ પોઝ પણ કહેવામાં આવે છે. કેટ-કાઉ પોઝ બનાવવાથી આપણી કરોડરજ્જુના હાડકા લચીલાં અને મજબૂત બને છે. આ આસન કેટ પોઝ અને કાઉ પોઝ નું મિશ્રણ હોય છે. એને કરવા માટે, સૌથી પહેલા પોતાના ઢીંચણ અને હથેળીઓને જમીન પર અડકાડી દો. હવે કાઉ પોઝમાં ઊંડો શ્વાસ લઇને, પીઠને નીચેની તરફ ખેંચીને ઝુકાવો, પછી શ્વાસ છોડતી વખતે પીઠને પાછી યથાવત્ વાળી દો. આ અભ્યાસ નિયમિતરુપે કરવાથી કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતા વધે છે અને પાચનતંત્ર પણ સુચારુ બને છે.

Advertisement
Tags :
bodyEnergyEvery morningyoga
Advertisement
Next Article