ઉત્તરાખંડમાં મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, ચારના મોત
નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ભીમતાલ-રાણીબાગ રોડ ઉપર આમદલી નજીકથી પસાર થતી બસાના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડની સાઈડમાં ઉતરીને ઉંડી ખાઈમાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં મહિલા અને બાળક સહિત ચાર વ્યક્તિના મોત થયાં હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, ઉત્તરાખંડના કુમાઉ ડિવિઝનના ભીમતાલમાં આજે એક મોટો અકસ્માત સર્જાયો હતો. અલ્મોડાથી હલ્દવાની તરફ આવી રહેલી રોડવેઝની બસ ભીમતાલ-રાણીબાગ મોટર રોડ પર આમદલી પાસે ઉંડી ખાઈમાં પડી હતી. બસ ખાઈમાં પડી જતાં બસમાં મુસાફરી કરી કરેલા મુસાફરોની ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. દુર્ઘટનામાં ચાર લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જેમાં બે મહિલા, એક પુરુષ અને એક બાળકનો સમાવેશ થાય છે. જ્યારે કેટલાક ગંભીર રીતે ઘાયલ છે. અકસ્માતના સમાચાર મળતા જ પોલીસ પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું હતું. ઘાયલોને પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી દોરડા અને ખભા પર લઈ જઈને રસ્તા પર લાવવામાં આવ્યા હતા. સીએચસીને રોડ માર્ગે ભીમતાલ લઈ જવામાં આવ્યો છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.
વહીવટી કર્મચારીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સુશીલ તિવારીને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. 15 એમ્બ્યુલન્સને હલ્દવાની મોકલવામાં આવી છે. રેસ્ક્યુ ટીમો મોટા પાયે કામ કરી રહી છે. ઢોળાવને કારણે દર્દીઓને લાવવામાં મુશ્કેલી પડી રહી છે. એસપી સિટી, નૈનીતાલ ડૉ. જગદીશ ચંદ્રાએ જણાવ્યું કે ઘાયલોને સારવાર માટે હાયર સેન્ટર હલ્દવાનીમાં મોકલવામાં આવી રહ્યા છે. માર્ગ અકસ્માતમાં નૈનીતાલ પોલીસ અને રેસ્ક્યુ ટીમનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 24 ઘાયલ મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.