For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પર્યટક અને ધાર્મિક સ્થળોએ પાર્ક કરેલી કારમાં ચોરી કરતા બન્ટી-બબલી પકડાયા

06:42 PM Nov 10, 2024 IST | revoi editor
પર્યટક અને ધાર્મિક સ્થળોએ પાર્ક કરેલી કારમાં ચોરી કરતા બન્ટી બબલી પકડાયા
Advertisement
  • જુનાગઢના સક્કરબાગ ઝૂ નજીક પાર્ક કરેલી કારના કાર તોડી કરી હતી,
  • આણંદના બંટી-બબલી સામે 16 ગુના નોંધાયેલા છે,
  • ગીર સોમનાથ LCBએ 7 લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કર્યો

વેરાવળઃ સૌરાષ્ટ્રના સોમનાથ સહિત ધાર્મિક તેમજ પર્યટક સ્થળોએ  પ્રવાસીઓની પાર્ક કરેલી કારમાંથી કિંમતી ચિજ-વસ્તુઓની ચોરી કરતી આણંદની બન્ટી બબલીને સોમનાથ એલસીબી પોલીસે ઝડપી લીધા હતા. આ બન્ટી-બબલીની જોડીની પૂછપરછ કરતા બંન્નેએ સોમનાથમાં ચોરીને અંજામ આપ્યા પુર્વે જુનાગઢમાં પણ પ્રવાસીની કારના કાચ તોડી ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ બેલડી સામે વડોદરા, આણંદ, ગોધરા, દ્વારકા, ગાંધીનગર સહિતના શહેરોમાં ચોરીના 16 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.

Advertisement

સોમનાથના ત્રિવેણી સંગમ અને જુનાગઢના સક્કરબાગ ઝુના પાર્કીંગમાં પાર્ક કરેલી પ્રવાસીઓની કારના કાચો તોડી લાખોના માલ મતા-રોકડની ચોરી કરનાર આણંદની બન્ટી-બબલીની જોડીને ગીર સોમનાથ એલસીબી પોલીસે 7.20 લાખના ચોરી કરેલા મુદામાલ સાથે ઝડપી લીધી હતી. તસ્કર બેલડીએ જુનાગઢ, દ્વારકા સહિત અનેક સ્થળોએ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

યાત્રાધામો અને ફરવાલાયક સ્થળોએ પ્રવાસીઓની કારોને નિશાન બનાવી ચોરી કરતી ઝડપાયેલી તસ્કર બેલડી અંગે માહિતી આપતા જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે, બે દિવસ પુર્વે સોમનાથ ફરવા આવેલા સુરતના પ્રવાસી પરિવારએ પોતાની કાર ત્રિવેણી સંગમ ઘાટ બહાર પાર્ક કરી હતી. ત્યારે અજાણ્યા શખસોએ કારના કાચ તોડીને રોકડા 7500 તથા 1.5 લાખના દાગીનાની ચોરી કરી હતી. જે અંગે પોલીસને જાણ કરતા ત્વરીત એલસીબી  પીઆઈ એ.બી.જાડેજા, પીએસઆઈ એ.સી.સિંધવએ જુદી જુદી ટીમો બનાવી હાઈવે સહિતના સીસીટીવીના ફુટેજો તપાસતા તસ્કરો એક કારમાં અમરેલી તરફ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી અમરેલી પોલીસની મદદથી દામનગર પાસેથી ઈનોવા કાર સાથે આરોપી મહમદ અકીલ વોરા (ઉ.વ.34) અને તેની પત્ની અંજુમબેન વોરા (ઉ.વ.33) બંન્ને (રહે. આણંદ વાળા)ને રોકડા રૂ.39,600, સોના-ચાંદીના દાગીના રૂ.3.63 લાખ, કાર, મોબાઈલ મળી કુલ રૂ.7.20 લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

Advertisement

આ બન્ટી-બબલીની જોડીની પૂછપરછ કરતા બંન્નેએ સોમનાથમાં ચોરીને અંજામ આપ્યા પુર્વે જુનાગઢમાં પણ પ્રવાસીની કારના કાચ તોડી ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ બેલડી સામે વડોદરા, આણંદ, ગોધરા, દ્વારકા, ગાંધીનગર સહિતના શહેરોમાં ચોરીના 16 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આ બેલડી જ્યારે ચોરી કરવા નીકળતી ત્યારે પોલીસ ટ્રેક ન કરી શકે તે માટે મોબાઈલ બંધ રાખતી અને વાઈફાઈ ડોંગલથી કોલીંગ કરતી હતી.

Advertisement
Tags :
Advertisement