4 મહિના પછી ક્રિકેટના મેદાનમાં પરત ફરશે બુમરાહ
મુંબઈઃ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ IPL મેચો રમે તેવી શક્યતા છે, તે મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં જોડાયો છે. પીઠની ઈજાને કારણે બુમરાહ આ સિઝનની પહેલી ચાર મેચ રમી શક્યો ન હતો. મુંબઈ ઈન્ડિયન્સે રવિવારે પોતાના સોશિયલ મીડિયા પર બુમરાહ વિશે આ માહિતી આપી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન આ ઝડપી બોલરને ઈજા થઈ હતી. કમરના નીચેના ભાગમાં થયેલી ઈજાને કારણે બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પણ બહાર થઈ ગયો હતો. તે છેલ્લા કેટલાક દિવસોથી બેંગલુરુમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) ખાતે પુનર્વસન હેઠળ હતો.
હાલ આઈપીએલની 18મી સિઝન રમાઈ રહી છે. આઈપીએલની મુંબઈની ટીમના મુખ્ય ખેલાડીઓમાં બુમરાહનો સમાવેશ થાય છે. બુમરાહની ગેરહાજરીમાં મુંબઈની ટીમ અત્યાર સુધી તેનું સારુ પ્રદર્શન કરી શકી નથી. પરંતુ હવે બુમરાહ પરત મુંબઈમાં ટીમમાં પરત ફરી રહ્યો હોવાથી મુંબઈની ટીમની બોલીંગ વધારે મજબુત બનશે.
મુંબઈ ઈન્ડિયન્સ લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમવાનું છે. આ પછી, તેની આગામી મેચ 7 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે રમવાની છે. જસપ્રીત બુમરાહ ટૂંક સમયમાં બોલિંગ કરતો જોવા મળી શકે છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં તેણે BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે પોતાનો બોલિંગ વર્કલોડ વધાર્યો છે. એવું માનવામાં આવે છે કે બુમરાહ તેની અંતિમ ફિટનેસ ટેસ્ટ પાસ કરવાની નજીક છે. મેડિકલ ટીમ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ જ બુમરાહ આવતા અઠવાડિયે મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાઈ શકે છે. ક્રિકેટ ચાહકો જાણે છે કે બુમરાહ જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચ દરમિયાન ઘાયલ થયો હતો. આ પછી તે મેચમાંથી બહાર થયો હતો અને ભારત પરત ફર્યા બાદ તે પુનર્વસનમાંથી પસાર થઈ રહ્યો છે.