BSE અને NSE માં તેજીનો માહોલ
મુંબઈઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો વચ્ચે ગ્લોબલ માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. ભારતીય શેરબજારની શરૂઆત પણ પોઝિટિવ થઈ. સેન્સેક્સ 500 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે 80 હજારની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 160 પોઈન્ટનો વધારો જોવા મળ્યો. NSEના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. આ તરફ, ઘરેલુ બજારમાં સોના-ચાંદીના ભાવમાં સામાન્ય ઘડાડો થયો.10 ગ્રામ સોનાનો ભાવ 50 રૂપિયા ઘટી 78 હજાર 566 પર પહોંચ્યો. તો ચાંદીનો ભાવ પણ 900 રૂપિયા ઘટી 94 હજાર 200ની સપાટી પર પહોંચ્યો છે.
યુએસ પ્રમુખપદની ચૂંટણીના પરિણામોમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની લીડ પર ભારતીય શેરબજારે બુધવારે સકારાત્મક પ્રતિક્રિયા આપી હતી. આ પહેલા મંગળવારે અમેરિકન બજારો પણ તેજી સાથે બંધ થયા હતા. બુધવારે સવારે, IT શેર્સમાં મજબૂતાઈને કારણે, સેન્સેક્સ 12:18 મિનિટે 666.48 (0.83%) પોઈન્ટ વધીને 80,143.11 પર પહોંચ્યો હતો. બીજી તરફ, નિફ્ટી 202.00 (0.83%) પોઈન્ટ વધીને 24,415.30 પર પહોંચ્યો હતો. આ પહેલા બુધવારે ભારતીય શેરબજારમાં લીલા નિશાન પર ટ્રેડિંગ શરૂ થયું હતું. સવારે 9:50 વાગ્યે, BSE સેન્સેક્સ 543.14 (0.68%) પોઈન્ટ વધીને 80,017.16 પર પહોંચ્યો. બીજી તરફ, નિફ્ટી 168.50 (0.70%) પોઈન્ટ વધીને 24,381.80 પર છે.