For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં ગૌચરની જમીન પર બિલ્ડિંગો બની ગયા, માલધારી સમાજે કર્યો વિરોધ

05:10 PM Aug 28, 2025 IST | Vinayak Barot
ભાવનગરમાં ગૌચરની જમીન પર બિલ્ડિંગો બની ગયા  માલધારી સમાજે કર્યો વિરોધ
Advertisement
  • માલધારી સમાજે જિલ્લા કલેક્ટર અને મ્યુનિ. કમિશનરને આવેદન આપી રજુઆત કરી,
  • ગૌચરની જમીનો પરના દબાણો દૂર કરવામાં નહીં આવે તો આંદોલન કરાશે,
  • સરકારી પડતર જમીનમાં પશુપાલકોને ટોકન દરે પ્લોટ ફાળવવા માગ,

ભાવનગરઃ શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. શહેરની બહારના વિસ્તારોમાં ગૌચરની જમીનોમાં પણ કોમર્શિયલ અને રેસિડેન્ટ બિલ્ડિંગો ઊભા થઈ રહ્યા હોવાથી ગૌચરની જમીનો પરના દબાણો દૂર કરવાની માગ સાથે માલધારી સમાજે વિરોધ કરીને શહેરના મ્યુનિ કમિશનર અને જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી.

Advertisement

ભાવનગર શહેરના વધતા શહેરીકરણ વચ્ચે પરંપરાગત માલધારી સમાજની સમસ્યાઓ વધી રહી છે. ગૌચર જમીન પરના વધતા દબાણોને લઇ માલધારી સમાજે જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપીને રજુઆત કરી છે. માલધારીઓએ જણાવ્યું કે, અમારી ગાયો ઘરને પાસે ઊભી હોય તો પણ તંત્ર દ્વારા લઈ જઈ મોટો દંડ વસૂલવામાં આવે છે, ગૌચર જમીનો તેમના ઢોરઢાખરના જીવન માધ્યમ છે. પરંતુ આજે આ જમીનો પર બિલ્ડિંગો અને કોમર્શિયલ પ્રોજેક્ટો ઉભા થઈ ગયા છે. આથી  ગૌચરની જમીન પરના દબાણો દૂર કરવામાં આવે અને ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ તેમને પણ રાહતદરે પ્લોટ ફાળવવામાં આવે. માલધારી સમાજે વધુમાં જણાવ્યું કે, સરકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળતો નથી અને ઘાસ તેમજ પશુચિકિત્સા જેવી મૂળભૂત જરૂરિયાતોમાં પણ ગંભીર ઉણપ છે.

માલધારી સમાજે માગ કરી હતી કે,  છેવાડાના ગામોમાં આવેલ સરકારી પડતર જમીનમાં પશુપાલકોને ટોકન દરે પ્લોટ ફાળવવા, માલધારી સમાજના પશુપાલકોને સરકાર દ્વારા સહાય આપવામાં આવે તે પશુપાલક સુધી પહોંચતી નથી, ફોરેસ્ટ વિભાગ દ્વારા જે ઘાસ વિતરણની વ્યવસ્થા કરવામાં આવે છે. તે વિતરણ વ્યવસ્થા ભાવનગર શહેરમાં પણ કરવામાં આવે, શહેરના પશુપાલકોના પશુઓની પશુચિકિત્સા માટે પશુ દવાખાનાની વ્યવસ્થા કરવામાં આવે તેમજ પશુઓ માટે રાહત દરે દવા મળી રહે તેવી વ્યવ્યસ્થા સહિતની વિવિધ માગણીઓ કરવામાં આવી હતી. માલધારી સમાજ દ્વારા વિવિધ પ્રશ્નો મામલે જિલ્લા કલેકટર અને મ્યુન્સિપલ કમિશનરને આવેદન આપી રજુઆત કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement