For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં બીઆરટીએસ સેવાએ 5 વર્ષમાં રૂપિયા 511 કરોડની ખોટ કરી

06:13 PM Mar 27, 2025 IST | revoi editor
અમદાવાદમાં બીઆરટીએસ સેવાએ 5 વર્ષમાં રૂપિયા 511 કરોડની ખોટ કરી
Advertisement
  • બીઆરટીએસની હાલત એએમટીએસ જેવી થઈ રહ્યાનો આક્ષેપ
  • બીઆરટીએસ કોરીડોરમાં એક કિમીનો રૂટ 10 કરોડમાં બનાવાયોઃ વિપક્ષ,
  • બીઆરટીએસની દર વર્ષે ખોટ વધતી જાય છે

અમદાવાદઃ શહેરી પરિવહન સેવા ખોટમાં ચાલી રહી છે. એએમટીએસ વર્ષે દહાડે કરોડો રૂપિયાની ખોટ કરી રહી છે. ત્યારે હવે બીઆરટીએસ સેવા પણ ખોટમાં ચાલી રહી છે. શહેરમાં જનમાર્ગ લિમિટેડ દ્વારા વિવિધ રૂટ ઉપર દોડાવાતી બી.આર.ટી.એસ.ની સ્થિતિ ઘાટ કરતા ધડામણ મોંધુ જેવી થઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં રુપિયા 386.22 કરોડની આવક સામે રુપિયા 511.04 કરોડની ખોટ થઈ છે. તાજેતરમાં અમદાવાદ મ્યુનિની સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ મુદ્દો ઉઠાવાયો હતો.

Advertisement

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં બી.આર.ટી.એસ.ની હાલત પણ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ જેવી થઈ રહી હોવા અંગે વિપક્ષનેતાએ રજૂઆત કરતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહયુ હતું કે, બીઆરટીએસ બસમાં રોજ દોઢ લાખ શહેરીજનો મુસાફરી કરે છે. બીઆરટીએસની વધતી જતી ખોટ અંગે સત્તાધિશો દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ મ્યુનિના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે સામાન્ય સભામાં આરોપ લગાવતા જણાવ્યું કે, બીઆરટીએસના 146 સ્ટેશન બનાવવા  કરોડો રૂપિયા ખર્ચાયા છે. જે  હાલમાં ખરાબ હાલતમાં છે. 54 કેબિન સ્ટેશન બનાવવામાં આવ્યા છે. બીઆરટીએસનું  900 કરોડમાં 96 કિમીના રોડનું કામ કરાયુ છે. એટલે કે, એક કિલોમીટર માટે અંદાજે 10 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે છેલ્લા 5 વર્ષમાં 386 કરોડ 92 લાખની આવક થઈ છે. તત્કાલિન કેન્દ્રની કોંગ્રેસ સરકારે જનતા માટે ગ્રાન્ટ આપી હતી, જે બીઆરટીએસ પાછળ વાપરવામાં આવી છે. પરંતુ હાલ બીઆરટીએસ રૂટ અને તેના સ્ટોપ ખસ્તા હાલતમાં છે.

Advertisement

આ મામલે મ્યુનિના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, બીઆરટીએસ બસમાં એસી બંધ હોવાની તેમજ કેટલીક જગ્યાએ બસ સ્ટેન્ડ સરખા ન હોવા અંગેની ફરિયાદ મળી હતી. જેના પગલે મેં જાતે બીઆરટીએસ બસમાં મુસાફરી કરી અને માહિતી મેળવવાનો નિર્ણય કર્યો હતો. મેં વસ્ત્રાપુર અંધજન મંડળથી બીઆરટીએસ બસમાં ટિકિટ લઈને નહેરુનગર સુધી મુસાફરી કરી હતી. મુસાફરી દરમિયાન ડ્રાઇવરની બસ ચલાવવાની પદ્ધતિથી લઈને વિવિધ પ્રકારની બાબતનું નિરીક્ષણ કર્યું હતું.

Advertisement
Tags :
Advertisement