હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

સુરતમાં બીઆરટીએસ બસોમાં હવે ડ્રાઈવર તરીકે મહિલાઓને સુકાન સોંપાશે

05:59 PM Feb 12, 2025 IST | revoi editor
Advertisement

સુરત: મહિલાઓ પણ હવે પુરૂષ સોવડી બની રહી છે. તમામ ક્ષેત્રમાં મહિલાઓ સુપેરે કાર્ય કરી રહી છે. ત્યારે સુરત શહેરમાં બીઆરટીએસ બસોમાં ડ્રાઈવર સહિત તમામ સંચાલનનું કામ મહિલાઓને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ જર્મનીની એક સંસ્થા સાથે MOU કર્યા છે. સંસ્થા આ યોજનાના અમલમાં માર્ગદર્શન આપશે.

Advertisement

સુરત મ્યુનિ.કોર્પોરેશનએ જર્મની સંસ્થા સાથે એઓયુ કર્યા છે. અને આ સંસ્થા દ્વારા મહિલાઓને બસ ચલાવવાની તાલીમ આપવાથી લઈને ડ્રાઇવિંગ લાઇસન્સ અપાવવાની આખી જવાબદારી ઉઠાવાશે. આ પગલાથી મહિલાઓ માટે રોજગારના નવા અવસરો સર્જાશે અને સુરતના જાહેર પરિવહનમાં મહિલાઓનું યોગદાન વધુ મજબૂત બનશે. ડ્રાઇવર, કંડક્ટર સહિત મહિલા સ્ટાફની મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવશે, જેમાં માત્ર મહિલાઓનો સમાવેશ કરાશે. બાકી તમામ જરૂરી વ્યવસ્થા સુરત મ્યુનિ.કોર્પોરેશન કરશે.

સુરતમાં પ્રથમવાર એવું બનશે કે BRTS રૂટમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે મહિલાઓને ટ્રેનિંગ આપશે અને તેમને BRTS રૂટમાં રોજગાર આપવા માટે તમામ પ્રકારની તક આપશે. જર્મનીની જર્મન ટેક્નિકલ સહયોગ સંસ્થા (GIZ) મહિલાઓને ટ્રેનિંગ આપવા માટે સુરત મ્યુનિ.કોર્પોરેશનને મદદ કરશે. BRTS રૂટને “વુમન ફોર્સ” બનાવવાની તૈયારી સુરત મ્યુનિ. દ્વારા કરવામાં આવી રહી છે.  મ્યુનિ, દ્વારા ડ્રાઇવર, કંડક્ટર સહિત મહિલા સ્ટાફની મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવશે, જેમાં માત્ર મહિલાઓનો સમાવેશ કરાશે. બાકી તમામ જરૂરી વ્યવસ્થા સુરત મ્યુનિ. કરશે.

Advertisement

સુરત શહેરમાં દેશનો સૌથી લાંબો BRTS કોરિડોર છે, જે 108 કિલોમીટર લાંબો છે. સુરત શહેરે સમગ્ર દેશમાં લીડ લીધી છે, કારણ કે અહીંની BRTSબસો સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રિક બની ગઈ છે.  હાલ 450 જેટલી ઇલેક્ટ્રિક બસો સક્રિય છે. આ માટે વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ડેપો, રિપેર અને મેન્ટેનન્સ માટેની વ્યવસ્થા, ઈલેક્ટ્રિક બસોને ચાર્જિંગ કરવાની સુવિધા, અને ડ્રાઇવર-કંડકટરને તાલીમ આપવામાં આવે છે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiBRTS busesDriversGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral newswomen at the helm
Advertisement
Next Article