હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

Breaking News: રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે ખરડા મંજૂર કરવા અંગે અદાલત સમયમર્યાદા નક્કી ન કરી શકેઃ સુપ્રીમ કોર્ટ

12:46 PM Nov 20, 2025 IST | revoi editor
Advertisement

નવી દિલ્હી, 20 નવેમ્બર, 2025: Breaking News: Court cannot set deadline for President and Governor to approve bills રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવતા ખરડા અંગે રાજ્યપાલ અથવા રાષ્ટ્રપતિએ ક્યારે નિર્ણય લેવો તે બાબતે અદાલત કોઈ નિર્દેશ આપી ન શકે તેમ સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું.

Advertisement

છેલ્લા ઘણા સમયથી આ અંગે ચાલી રહેલી સુનાવણી બાબતે 20 નવેમ્બરને શુક્રવારે સુપ્રીમ કોર્ટે તેનો અભિપ્રાય જાહેર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું કે, બંધારણની કલમ 361 હેઠળ રાજ્યપાલના સંદર્ભમાં ન્યાયિક સમીક્ષા સદંતર પ્રતિબંધિત છે. આમછતાં, મર્યાદિત માત્રામાં આવા કેસમાં અદાલત સમીક્ષા કરી શકે અને એ માટેને કોર્ટને કલમ 200 હેઠળ અધિકાર મળેલો છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ દ્વારા માગવામાં આવેલા અભિપ્રાય સંદર્ભે મુખ્ય ન્યાયમૂર્તિ ગવઈના વડપણ હેઠળની પાંચ જજની બેન્ચે કહ્યું કે, ખરડાઓ અંગે સંમતિ વ્યક્ત કરવી એ બંધારણના આત્માની વિરુદ્ધ છે એટલું જ નહીં પરંતુ બંધારણ હેઠળ આપવામાં આવેલા સત્તાના વિભાજનના મૂળ સિદ્ધાંતની પણ વિરુદ્ધ છે.

Advertisement

મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાંત ન્યાયમૂર્તિઓ સૂર્યકાંત, વિક્રમ નાથ, પી એસ નરસિંહા તથા એ એસ ચંદરકરની બનેલી બેન્ચે અભિપ્રાય આપ્યો કે, કલમ 200 તથા 201નું સર્જન એ રીતે કરવામાં આવ્યું છે જે બંધારણીય હોદ્દો ધરાવતી વ્યક્તિને તેમની કામગીરી કરવામાં મોકળાશ આપે છે.

સુપ્રીમ કોર્ટે આજે આ કેસમાં આપેલા અભિપ્રાયના મુખ્ય મુદ્દાઃ

૧. રાજ્યપાલ કોઈ જો કોઈ ખરડાને મંજૂરી આપવા વિલંબ કરતા હોય તો તેને વિધાનસભાને પરત મોકલવો આવશ્યક છે.

૨. રાજ્યપાલ પાસે વિવેકાધિકાર છે અને બંધારણની કલમ ૨૦૦ હેઠળ ખરડા અંગે નિર્ણય લેવા મંત્રીમંડળની સહાય અને સલાહથી બંધાયેલા નથી.

૩. કલમ ૨૦૦ હેઠળ કોર્ટને મર્યાદિત અધિકાર છે કે તે રાજ્યપાલ દ્વારા કાર્યોનું સંચાલન ન્યાયી નથી એવું લાગે તો તથા લાંબા સમય સુધી, અસ્પષ્ટ અથવા અનિશ્ચિત નિષ્ક્રિયતા હોય તો કોર્ટ રાજ્યપાલને વાજબી સમયમાં નિર્ણય લેવા માટે મર્યાદિત નિર્દેશ આપી શકે છે.

૪. કલમ ૩૬૧ હેઠળ લાંબા વિલંબના કિસ્સાઓમાં સમય-મર્યાદા નિર્ણય માટે નિર્દેશો જારી કરવાની કોર્ટની સત્તાને અવરોધશે નહીં.

૫. કોર્ટ કલમ ૨૦૦ હેઠળ ખરડા પર રાજ્યપાલના નિર્ણય માટે સમયરેખા નિર્ધારિત કરી શકતી નથી.

૬. કલમ ૨૦૧ હેઠળ રાષ્ટ્રપતિની સંમતિ ન્યાયિક રીતે નિર્ધારિત સમયરેખાને આધીન થઈ શકતી નથી.

૭. કલમ ૨૦૧ હેઠળ રાષ્ટ્રપતિનું પગલું ન્યાયિક નથી.

૮. રાજ્યપાલ દ્વારા ખરડો રાષ્ટ્રપતિની સંમતિ માટે અનામત રાખવામાં આવે ત્યારે રાષ્ટ્રપતિ દર વખતે કોર્ટની સલાહ લેવા માટે બંધાયેલા નથી.

૯. બંધારણ ખરડા માટે "માન્ય સંમતિ" ની વિભાવનાને મંજૂરી આપતું નથી.

૧૦. સુપ્રીમ કોર્ટ ખરડા માટે "માન્ય સંમતિ" જાહેર કરવા માટે કલમ ૧૪૨ ની સત્તાઓનો ઉપયોગ કરી શકતી નથી.

જમ્મુમાં ધ કાશ્મીર ટાઈમ્સ અખબારની ઑફિસમાં દરોડા

Advertisement
Tags :
BillsBreaking newsconstitutiongovernorpresidentstate assemblySupreme Court
Advertisement
Next Article