બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઇનાસિયો લુલા દા સિલ્વા થયા ઈજાગ્રસ્ત, હોસ્પિટલ ખસેડાયાં
12:11 PM Oct 21, 2024 IST
|
revoi editor
Advertisement
નવી દિલ્હીઃ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાને ઘરે અકસ્માતમાં માથામાં ઇજા થઇ હતી. જે બાદ તેને બ્રાઝિલિયાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કારણોસર તેમણે આગામી BRICS સમિટ માટે રશિયાની તેમની આયોજિત મુલાકાત રદ કરી છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિના કાર્યાલયે ગઈકાલે આની જાહેરાત કરી હતી.
Advertisement
લુલા દા સિલ્વા બ્રાઝિલિયાથી વિડિયો કોન્ફરન્સ દ્વારા સમિટમાં ભાગ લેશે, એમ તેમની ઓફિસે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું. બ્રાઝિલની સરકારે એક્સ પરની એક પોસ્ટમાં વધુમાં જણાવ્યું હતું કે બ્રિક્સ સમિટમાં પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા માટે વિદેશ પ્રધાન મૌરો વિએરાને નામાંકિત કરવામાં આવ્યા છે. ગઈકાલે પ્રતિનિધિમંડળ રવાના થયું હતું.
Advertisement
Advertisement
Next Article