બોર્ડર-ગાવાસ્કર ટ્રોફી: ભારતની કંગાળ શરુઆત, ઓસ્ટ્રેલિયા મજબુત સ્થિતિમાં
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાબા ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં યજમાન ટીમે ટીમ ઈન્ડિયા પર જંગ કસ્યો છે. આ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને જવાબમાં કાંગારૂઓએ ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથની સદીની મદદથી 445 રન બનાવ્યા. જવાબમાં ભારતે ત્રીજા દિવસે લંચ બ્રેક સુધી 3 વિકેટ ગુમાવીને 22 રન બનાવી લીધા હતા. મિચેલ સ્ટાર્કે ફરી એકવાર ભારતને શરૂઆતનો આંચકો આપ્યો હતો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાબા ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં યજમાન ટીમે ટીમ ઈન્ડિયા પર જંગ કસ્યો છે. આ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને જવાબમાં કાંગારૂઓએ ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથની સદીની મદદથી 445 રન બનાવ્યા. જવાબમાં ભારતે ત્રીજા દિવસે લંચ બ્રેક સુધી 3 વિકેટ ગુમાવીને 22 રન બનાવી લીધા હતા. મિચેલ સ્ટાર્કે ફરી એકવાર ભારતને શરૂઆતનો આંચકો આપ્યો હતો.
આ પહેલા ભારતે ઓસ્ટ્રેલિયાની બાકીની ત્રણ વિકેટ વહેલી સવારના સેશનમાં આઉટ કરી દીધી હતી. ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસે 7 વિકેટ ગુમાવીને 405 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસે સવારે મિશેલ સ્ટાર્કના રૂપમાં 8મી વિકેટ ગુમાવી હતી જ્યારે બુમરાહે તેને પંતના હાથે કેચ કરાવ્યો હતો. આ પછી મોહમ્મદ સિરાજે 2 રનના અંગત સ્કોર પર નાથન લિયોનને બોલ્ડ કર્યો હતો. વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરી ઇનિંગ્સનો છેલ્લો બેટ્સમેન હતો જેણે 88 બોલમાં ઝડપી 70 રન બનાવ્યા હતા.
ભારતીય ટીમ માટે જસપ્રીત બુમરાહે 76 રનમાં 6 વિકેટ, સિરાજે 97 રનમાં 2 વિકેટ, આકાશદીપ અને નીતિશ રેડ્ડીએ એક-એક વિકેટ લીધી હતી.ભારતીય બેટિંગની વાત કરીએ તો યશસ્વી જયસ્વાલ માત્ર 4 રન બનાવીને મિચેલ સ્ટાર્કનો શિકાર બની હતી. શુભમન ગિલ પણ 1 રનના અંગત સ્કોર પર સ્ટાર્કના હાથે આઉટ થયો હતો. વિરાટ કોહલી માત્ર 3 રન બનાવીને હેઝલવુડના બોલ પર પેવેલીયન પરત ફર્યો હતો. આ સમાચાર લખાય છે ત્યારે ઓપનર કેએલ રાહુલ અને વિકેટકીપર રિષભ પંત ક્રિઝ પર હતા.
નોંધનીય છે કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની આ શ્રેણીમાં પાંચ ટેસ્ટ મેચોનો સમાવેશ થાય છે. પ્રથમ મેચ પર્થમાં રમાઈ હતી જેમાં ભારતે 295 રનથી જીત મેળવી હતી. બીજી ટેસ્ટમાં, કાંગારૂઓએ ગુલાબી બોલથી અદ્ભુત વળતો હુમલો કર્યો અને ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટથી હરાવીને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી.