For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જાણીતા કોલમિસ્ટ અને સર્જક પુલક ત્રિવેદી તથા ડો.કેલવ ત્રિવેદીના પુસ્તકોનું લોકાર્પણ કરાશે

12:20 PM Mar 25, 2025 IST | revoi editor
જાણીતા કોલમિસ્ટ અને સર્જક પુલક ત્રિવેદી તથા ડો કેલવ ત્રિવેદીના પુસ્તકોનું લોકાર્પણ કરાશે
Advertisement

અમદાવાદઃ ગાંધીનગર સાહિત્યસભા અને સરકારી જિલ્લા ગ્રંથાલય, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે જાણીતા કોલમિસ્ટ અને સર્જક પુલક ત્રિવેદીના પુસ્તકો ‘સ્પંદન’ અને ‘પમરાટ’ તેમજ ડો. કેવલ ત્રિવેદીના ‘સમગ્રતયા ગુજરાત’નું તા. 26મી માર્ચના રોજ ગાંધીનગરના સેક્ટર 21માં આવેલા સરકારી જિલ્લા ગ્રંથાલય ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.

Advertisement

આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ધારાસભ્ય રીટાબેન પટેલ, અતિથિ વિશેષ તરીકે શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમાર (આઈએએસ), ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશભાઈ જહા (આઈએએસ), જાણીતા કવિ અને સાહિત્યસર્જક માધવભાઈ રામાનુજ તેમજ નવગુજરાત સમય દૈનિકના તંત્રી અજયભાઈ ઉમટ ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા લેખક અને સાહિત્યસર્જક તુષાર જોશી કરશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement