રાજ્યસભામાં બોઇલર્સ વિધેયક 2024 પસાર થયું
નવી દિલ્હીઃ રાજ્યસભામાં બોઇલર્સ વિધેયક 2024 પસાર થયું છે. આ વિધેયકથી સલામતીમાં વધારો થશે કારણ કે વિધેયકમાં બોઇલરની અંદર કામ કરતા વ્યક્તિઓની સલામતી અને લાયકાત ધરાવતા વ્યક્તિઓ દ્વારા હાથ ધરવામાં આવેલા બોઇલરની મરામતની ખાતરી કરવા માટે ચોક્કસ જોગવાઈઓ કરવામાં આવી છે. વિધેયકત MSME ક્ષેત્રના લોકો સહિત બોઈલર વપરાશકર્તાઓને લાભ કરશે કારણ કે વિધેયકમાં અપરાધીકરણ સંબંધિત જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતાં વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું કે, સરકાર આઝાદી પૂર્વેના તમામ કાયદાઓની સમીક્ષા કરી રહી છે. તેમણે કહ્યું, બોઈલર વિધેયક દેશને સુરક્ષિત બનાવવા માંગે છે. તેમણે કહ્યું કે વિધેયકમાં કામદારો માટે સલામતીના ઉચ્ચ ધોરણો, જવાબદારી, સુગમતા અને કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
ચર્ચાની શરૂઆત કરતા, ભાજપના બ્રિજલાલે વિધેયકને આવકારતા કહ્યું કે તે ઉદ્યોગોમાં કામદારોની સુરક્ષા માટે છે. તેમણે કહ્યું કે, મોદી સરકારે વેપાર કરવાની સરળતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને સલામતી તેનો મહત્વનો ભાગ છે. કોંગ્રેસના નીરજ ડાંગીએ જણાવ્યું હતું કે, બોઈલર વિધેયકમાં જોગવાઈ કાયદાની કામગીરીમાંથી અમુક વિસ્તારોને બાકાત રાખવાની મંજૂરી આપે છે. તેણે પ્રશ્ન કર્યો કે તે કેવી રીતે સલામતીની ખાતરી કરશે. બીજેડીના સુલતા દેવે જણાવ્યું હતું કે કારખાનાઓ અને ઉદ્યોગોમાં અધિકારીઓ બોઇલર્સનું યોગ્ય રીતે નિરીક્ષણ કરતા નથી જેના પરિણામે અકસ્માતો અને બ્લાસ્ટ થાય છે.