For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વડોદરામાં BLO સહાયક મહિલા કર્મચારીનું કામગીરી દરમિયાન થયુ મોત, હાર્ટ એટેકની આશંકા

05:46 PM Nov 22, 2025 IST | Vinayak Barot
વડોદરામાં blo સહાયક મહિલા કર્મચારીનું કામગીરી દરમિયાન થયુ મોત  હાર્ટ એટેકની આશંકા
Advertisement
  • કામના ભારણને લીધે છેલ્લા 4 દિવસમાં ચાર કર્મચારીના મોત,
  • વડોદરાની પ્રતાપ સ્કૂલમાં BLO સહાયક કામગીરી કરી રહ્યા હતા ત્યારે બન્યો બનાવ,
  • નિર્ધારિત સમયમાં SIRની કામગીરી કરવાની હોવાથી BLOની માનસિક હાલત કથળી

વડોદરાઃ ગુજરાતભરમાં હાલ મતદાર યાદી સુધારણા અને ચકાસણી (SIR) ની કામગીરી ચાલી રહી છે. જેમાં મોટાભાગની કામગીરી શાળાના શિક્ષકોને સોંપવામાં આવી છે. શિક્ષકોએ બાળકોને ભણાવવા ઉપરાંત વધારાની કામગીરી કરવાની ફરજ પડી રહી છે. તેના લીધે મતદાર સુધારણાની કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ માનસિક યાતના ભોગવી રહ્યા છે. ગઈકાલે કોડીનારમાં શિક્ષકના આત્મહત્યાનો બનાવ બન્યો હતો. ત્યાં આજે વડોદરામાં ચૂંટણી કાર્ડની કામગીરી દરમિયાન એક મહિલા સહાયક BLOનું ફરજ પર જ મોત નીપજતા ચકચાર મચી ગઈ છે.

Advertisement

વડોદરા શહેરની પ્રતાપ સ્કૂલમાં બીએએલઓ સહાયક તરીકેની કામગીરી કરતા એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન કરુણ મોત નીપજ્યું હતુ બીએલઓ  સહાયકની કામગીરી દરમિયાન અચાનક ઢળી પડ્યા હતાં. ત્યારબાદ હોસ્પિટલમાં ખસેડાતાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા

આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે,  મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડાના વતની અને હાલ વડોદરાના ગોરવા સરકારી ક્વાર્ટર્સમાં રહેતા ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી ગોરવા ITIમાં ફરજ બજાવતા હતા. હાલમાં ચાલી રહેલી ચૂંટણીલક્ષી કામગીરીમાં તેઓ સયાજીગંજ કડક બજાર વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં BLO (બૂથ લેવલ ઓફિસર) ના સહાયક તરીકે ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે અચાનક ઢળી પડ્યા હતાં. ત્યારબાદ હોસ્પિટલમાં ખસેડાતાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. ઉષાબેનનું હ્રદયરોગના હુમલાથી મોત થયાની આશંકા છે.

Advertisement

સૂત્રોના કહેવા મુજબ ગુજરાતમાં SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) માટે બીએલઓની કામગીરી કરી રહેલા ચાર કર્મચારીના ચાર દિવસમાં મોત થયાં છે. જેમાં કોડીનારના શિક્ષક અરવિંદ વાઢેરે કામના દબાણથી ત્રસ્ત થઈને આત્મહત્યા કરી છે. તો તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સહાયક બીએલઓ તરીકે કામ કરતાં શિક્ષિકા કલ્પનાબેન પટેલનું હ્રદયરોગના હુમલા બાદ મૃત્યું થયું છે. આ તરફ અમદાવાદમાં બીએલઓ ફારુક શેખને હૃદયરોગના હુમલા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં સ્ટેન્ટ નાખ્યા બાદ તેમની તબિયત સ્થિર છે. આ ઘટનાઓના પગલે શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ પહેલા ખેડા જિલ્લામાં બીએલઓની કામગીરી કરતા તે દરમિયાન શિક્ષકનું હાર્ટએટેકથી મોત થયું હતું. અને આજે વડોદરામાં BLO સહાયકનું કામગીરી દરમિયાન ઢળી પડવાથી મોત થયું છે. તેને પણ હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા છે. (File photo)

Advertisement
Tags :
Advertisement