દિલ્હી મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં ભાજપની જીત
નવી દિલ્હીઃ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આજે જીત મેળવી છે. ભાજપના રાજા ઇકબાલ સિંહે કોંગ્રેસના મનદીપ સિંહને ૧૨૫ મતોથી હરાવીને મેયર પદ પર વિજેતા થયા. ડેપ્યુટી મેયર પદ માટે ભાજપના જય ભગવાન યાદવ બિનહરીફ ચૂંટાયા હતા.
વિજય બાદ, નવા ચૂંટાયેલા મેયર, રાજા ઇકબાલ સિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ સરકાર શહેરના તમામ નાગરિકોને વધુ સારી નાગરિક સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ રાજા ઇકબાલ સિંહને જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં થોડા મહિના પહેલા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાની જીત થઈ હતી અને હારનો સામનો કરવો બન્યો હતો. ભાજપાએ દિલ્હીના સીએમ તરીકે રેખા ગુપ્તાને બનાવ્યાં હતા અને હાલ દિલ્હીના સીએમ રેખા ગુપ્તા છે. હવે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપાનું શાસન છે. મેયર અને ડેુપ્યુટી મેયરની ચૂંટણીમાં પહેલાથી જ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર નહીં ઉભા રાખવાની જાહેરાત કરી હતી.