For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વિરમગામમાં ભાજપના સભ્યએ ગટરના પ્રશ્ને ઉપવાસ આંદોલન શરૂ કર્યું

05:45 PM Aug 28, 2025 IST | Vinayak Barot
વિરમગામમાં ભાજપના સભ્યએ ગટરના પ્રશ્ને ઉપવાસ આંદોલન શરૂ કર્યું
Advertisement
  • ગટરનો કોન્ટ્રાકટ રદ કરી એજન્સીને બ્લેકલિસ્ટ કરવા ભાજપના સભ્યોની માંગ,
  • વિરમગામ વેપારી એસોએ લડતને ટેકો જાહેર કર્યો,
  • શહેરમાં ઉભરાતી ગટરો, દૂષિત પીવાનું પાણી, સફાઈની સમસ્યાથી લોકો પરેશાન

વિરમગામઃ શહેરમાં ગટરનો પ્રશ્ન માથાના દૂખાવારૂપ બનતો જાય છે. તાજેતરમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે પણ ગટરના પ્રશ્ને નિવેદન આપ્યુ હતું. નગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાંયે ભાજપના સભ્યોનું કોઈ સાંભળતુ નથી. ત્યારે વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર 6 ભાજપના સદસ્ય અને પક્ષના દંડક ઉમેશ વ્યાસ શહેરમાં ઉભરાતી ગટરો દૂષિત પીવાનું પાણી સફાઈ અને ભૂગર્ભ ગટરની સમસ્યાને લઇને મંગળવારથી અચોક્કસ મુદતના ઉપવાસ પર ઉતર્યા છે. બુધવારે ઉપવાસ આંદોલનના બીજા દિવસે શહેરના વેપારી એસોસિએશને ટેકો આપતા આંદોલને વેગ પકડયું છે.

Advertisement

સૂત્રોના કહેવા મુજબ વિરમગામ શહેરમાં ભૂગર્ભ ગટરના મેન હોલ અને આઈસી ચેમ્બરની સાફ સફાઈ રસ્તા ઉપર ઉભરાતી ગટરની ફરિયાદનું નિવારણ લાવવા માસિક નવ લાખ રૂપિયાના ખર્ચે વાર્ષિક કોન્ટ્રાક્ટ હળવદની કુમાર એન્જિનિયરિંગને આપવામાં આવ્યો છે. છતાં ઉભરાતી ગટરની ફરિયાદોનું નિરાકરણ લાવવામાં એજન્સી સંપૂર્ણ નિષ્ફળ નીવડતા વોર્ડ નંબર છના સદસ્ય ઉમેશ વ્યાસ દ્વારા બિલોનું ચુકવણું ન કરવા અને આપેલો કોન્ટ્રાક્ટ રદ કરવા બાબતે નગરપાલિકાના જવાબદાર ચીફ ઓફિસરને અગાઉ બે વખત લેખિતમાં રજૂઆત કર્યા બાદ પણ સમસ્યાનો ઉકેલ નહીં આવતા મંગળવારથી   ટાવર ચોકમાં અચોક્કસ મુદતના ઉપવાસ ઉપર બેઠા હતા. પરંતુ મંગળવારે સાંજના ઉપવાસ ઉપર બેસવાની મંજૂરી ન હોવાથી તંત્ર ભાજપના સદસ્યને ત્યાંથી ખસી જવાનું કહેવામાં આવતા વીપી રોડ ઉપર આવેલી ખાનગી જગ્યામાં આંદોલન ચાલુ રાખવામાં આવ્યું હતું. બીજા દિવસે શહેરના સામાજિક કાર્યકરો, વેપારીઓ, રહીશોએ ઉપવાસી છાવણીની રૂબરૂ મુલાકાત લઈ આંદોલનના સમર્થનમાં ટેકો જાહેર કર્યો હતો. જરૂર પડે વિરમગામ બંધનું એલાન આપવામાં આવશે એવો શહેરના નાગરિકોએ સુર વ્યક્ત કર્યો હતો.  વિરમગામ શહેરના હાર્દ સમાન વીપી રોડ એસોસિએશન દ્વારા જાહેરમાં બોર્ડ મૂકી વેપારીઓએ ઉમેશભાઈ વ્યાસને ટેકો જાહેર કર્યો હતો

Advertisement

Advertisement
Tags :
Advertisement