For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભાજપ સરકારે ઓડિશાને વિકાસના નવા પંખ લગાવ્યા છેઃ પીએમ મોદી

05:37 PM Sep 27, 2025 IST | revoi editor
ભાજપ સરકારે ઓડિશાને વિકાસના નવા પંખ લગાવ્યા છેઃ પીએમ મોદી
Advertisement

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશામાં 60 હજાર કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓની શરૂઆત કરવા માટે પહોંચ્યા હતા. તેમણે જનસભામાં જણાવ્યું કે, જ્યારથી ઓડિશામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકાર બની છે, ત્યારે રાજ્યમાં વિકાસની ઝડપ વધી છે અને પ્રગતિના માર્ગ પર રાજ્ય ઝડપથી આગળ વધી રહ્યું છે.

Advertisement

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, “ભાજપની સરકારનો મુખ્ય ઉદ્દેશ ગરીબો, દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગને સશક્ત બનાવવાનો છે. ગરીબોને પાક્કા ઘર મળવાથી તેમના ભાવિ પેઢીઓ પણ મજબૂત બને છે. અત્યાર સુધી દેશના ચાર કરોડ લોકોને પાક્કા ઘર આપવામાં આવ્યા છે અને ઓડિશામાં પણ હજારોથી નવા પાક્કા ઘરો બનાવવાની યોજના ચાલી રહી છે.”

તેમણે જણાવ્યું કે ઓડિશાની ક્ષમતા અને અહીંના લોકોએ દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠતા મેળવવા માટે તેમની પ્રતિભા મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકાર સતત વિવિધ વિકાસકારી યોજનાઓ અહીં અમલમાં લાવી રહી છે. ટૂંક સમયમાં ઓડિશામાં સેમીકંડક્ટર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે, જેમાં ફ્રિજ, કમ્પ્યુટર, મોબાઇલ જેવા ઉપકરણો માટે ચિપ બનાવવાનું કામ થશે.

Advertisement

પીએમ મોદીએ જણાવ્યું કે, દેશ હવે દરેક સ્તરે આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે. નવી ટેક્નોલોજી અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મોટા મોટા શિપ બનાવવાની 70,000 કરોડ રૂપિયાની યોજનાઓ તૈયાર છે, જેથી યુવાનોને રોજગારીની મોટી તક મળશે. 4G ટેક્નોલોજી અને નવા ટાવરો ગ્રામ્ય જીવનમાં નવી ક્રાંતિ લાવશે.

મોદી એ કોંગ્રેસ પર પણ આકર્ષક ટિપ્પણી કરી હતી અને જણાવ્યું હતું કે, “દેશના દરેક નાગરિક સુધી સુવિધા પહોંચાડવા માટે રેકોર્ડ ખર્ચ કરવામાં આવી રહ્યો છે, જ્યારે અગાઉ કોંગ્રેસ સરકાર લૂંટમાં વ્યસ્ત રહી.”  તેમણે જણાવ્યુ કે, તેમના શાસન દરમિયાન કર સુધારા અને GST ને લાગુ કરીને નાગરિકોને વસ્ત્ર, જરુરી ચીજવસ્તુઓ સસ્તામાં મળી રહી છે.

પ્રધાનમંત્રી મોદીએ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીછડી દર્શાવી, 8 નવા IIT વિસ્તરણ પરિસરોના આધારશિલા મૂકી અને 11,000 કરોડ રૂપિયાના ખર્ચે 11,000 વિદ્યાર્થીઓ માટે શિક્ષણની સુવિધાઓ શરૂ કરવાનું જણાવ્યું હતું. તેમણે BSNL દ્વારા 37,000 કરોડ રૂપિયાના ખર્ચે દેશના દૂરગામી ગામડાઓમાં 4G નેટવર્ક પણ લોન્ચ કર્યું હતું.

Advertisement
Tags :
Advertisement