For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દિલ્હી વિધાનસભાની ચુંટણી મામલે ભાજપનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળશે

02:52 PM Dec 12, 2024 IST | revoi editor
દિલ્હી વિધાનસભાની ચુંટણી મામલે ભાજપનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળશે
Advertisement

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ને લઈને દિલ્હી ભાજપનું એક પ્રતિનિધિમંડળ ગુરુવારે સાંજે ચૂંટણી પંચને મળશે.આ મુલાકાત દરમ્યાન ભાજપના પ્રતિનિધિ મંડળ દ્વારા મતદાર યાદી સહિતના અન્ય મુદ્દાઓ મુકવામાં આવશે.આપને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટી અને બીજેપી એક બીજા પર મતદાર યાદીમાંથી મતદારોના નામ હટાવવાનો આરોપ લગાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીનો દાવો છે કે બીજેપી દિલ્હીમાં લોકોના વોટ કાપવાનું ષડયંત્ર કરી રહી છે.

Advertisement

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, આમ આદમી પાર્ટીનું એક પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળ્યું છે. અમે તેમના આભારી છીએ કે ટૂંકી સૂચના પર તેમણે અમને મળવા માટે સમય આપ્યો.કેજરીવાલે આરોપ લગાવ્યો કે બીજેપી આ બધું જાણી જોઈને કરી રહી છે.તેમણે કહ્યું, ભાજપ દિલ્હીમાં તેમના વોટ કાપીને ભારતીય નાગરિક તરીકેના લોકોના અધિકારો છીનવી રહી છે.મતદાનનો અધિકાર છીનવી લેવાની સાથે સરકાર દ્વારા મતદાર તરીકે આપવામાં આવતી સુવિધાઓ પણ તેઓ છીનવી રહ્યાં છે.શાહદરામાં ભાજપના લોકોએ 11 હજાર 8 વોટ દુર માટે ચૂંટણી પંચને અરજી આપી છે. ભાજપ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના મતો ઘટાડી રહી છે.

ભાજપના કાર્યકરોએ વિવિધ વિધાનસભાના હજારો મતદારોના નામો કાઢી નાખવા માટે ચૂંટણી પંચને અરજી આપી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે અમારી ફરિયાદો પર ધ્યાન આપ્યું છે અને પગલાં લેવાની ખાતરી આપી છે.બીજેપી પર કેજરીવાલના આરોપો અંગે દિલ્હી બીજેપીના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું, "ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીમાં એક પણ નકલી વોટ નાખવા ન દેવા માટે મક્કમ છે.દિલ્હીના મુખ્યમંત્રી આતિશી પ્રમાણિકતાથી કામ કરતા ડીએમ અને એસડીએમ પર ગેરકાયદેસર મતદારો ને દૂર ન કરવા દબાણ કરી રહ્યા છે.

Advertisement

સચદેવાના મતે કેજરીવાલ ડરી ગયા છે. તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ ડરી ગયા છે, તેઓ નકલી વોટ અને દિલ્હીમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી-રોહિંગ્યા ઘૂસણખોરોના વોટ જમાવી રહ્યા છે, આ એ વોટ છે જે બનાવટી ફાઉન્ડેશનના પૈસાથી ખરીદાયા છે જે AAPને દાન આપે છે. દેશમાં દરેક વ્યક્તિને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે, પરંતુ જ્યારે કેજરીવાલ જેવા લોકો સમગ્ર બંધારણીય પ્રક્રિયા પર સવાલ ઉઠાવે છે ત્યારે લોકશાહીને બચાવવા માટે બંધારણીય સંસ્થાઓએ આવી બાબતો પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.

Advertisement
Tags :
Advertisement