રાહુલ ગાંધી ઉપર ચૂંટણી પ્રક્રિયા મુદ્દે ઝેન-જીને ભડકાવાનો ભાજપાએ લગાવ્યો આરોપ
નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ચૂંટણી પ્રક્રિયા ઉપર ગંભીર સવાલ ઉઠાવીને વર્ષ 2024માં હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં 25 લાખ વોટ ચોરીનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીના આ આરોપો મુદ્દે ભાજપાએ પલટવાર કર્યો છે. કેન્દ્રય મંત્રી કિરન રિજિજૂએ જણાવ્યું હતું કે, પોતાની નિષ્ફળતા છુપાવવાનો રાહલ ગાંધી પ્રયાસ કરી રહ્યાં છે. તેઓ વાહીયાત વાતો કરી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધી ઉપર ઝેન-જીને ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો.
કિરન રિજિજૂએ જણાવ્યું હતું કે, અંતિમ સત્રમાં એક મહિલનું નામ ટીશર્ટ પર છપાવીને રાહુલ ગાંધી ફરતા હતા. જે બાદ તે મહિલાને ખખડાવી હતી. બે દિવસ પછી બિહારમાં મતદાન થવાનું ત્યારે રાહુલ ગાંધી હરિયાણાની વાત કરી રહ્યાં છે કેમ કે તેમની પાસે બિહાર મુદ્દે કંઈ નથી એટલે હરિયાણાની ખોટી વાતો મારફતે લોકોનું ધ્યાન ભટકાવી રહ્યાં છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી આજે એક વિદેશી મહિલાનું નામ લેતા હતા. રાહુલ ગાંધી વિદેશ જાય છે અને ત્યાંથી તેમને જે પ્રેરણા મળે છે તે બતાવીને લોકોનો સમય વ્યર્થ કરે છે. 2004ના એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલમાં અમે જીતતા હતા. જો કે, ચૂંટણીમાં અમારી હાર થઈ હતી પરંતુ અમે ક્યારેય એક્ઝિટ પોલ કે ઓપનિયન પોલને ગાળો આપી નથી. જે એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ સમર્થનમાં ના હોય તો તેઓ ગાળો આપે છે.
તેમણે વધુમાં કહ્યું કે, એસઆઈઆરને લઈને બિહારમાં તમામ ખુશ છે, શુદ્ધિકરણ થયું ખોટુ છે? પ્રોબલેમ માત્ર કોંગ્રેસમાં અને રાહુલ ગાંધીમાં છે. બિહારમાં પણ કોંગ્રેસના નેતાઓ નથી ઈચ્છતા કે રાહુલ બિહારમાં આવે. રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારમાં આવશે તો હારી જાઈશું તેવો ડર કોંગ્રેસના નેતાઓમાં છે. રાહુલ ગાંધીના આરોપ મામલે ચૂંટણીપંચ જવાબ આપશે. પરંતુ અમે એટલા માટે બોલીએ છીએ કે, રાહુલ ગાંધીએ અમારા નેતાઓ ઉપર પણ આરોપ લગાવ્યો છે. ભાજપના નેતાઓ હંમેશા મહેનત કરે છે એટલે જ અમે જીતીએ છીએ. અમે કામના કારણે 3-4 મહિના સુધી પોતાના ગામ કે શહેર પણ નથી જઈ શકતા.