For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં કડકડતી ઠંડીનું મોજું ફરી વળ્યું, નલિયામાં 5 ડિગ્રી તાપમાન

02:44 PM Dec 11, 2024 IST | revoi editor
ગુજરાતમાં કડકડતી ઠંડીનું મોજું ફરી વળ્યું  નલિયામાં 5 ડિગ્રી તાપમાન
Advertisement

• માઉન્ટ આબુમાં બરફની ચાદર છવાઈ, પ્રવાસીઓ ઉમટી પડ્યા
• ઠંડી વધતા જનજીવન પ્રભાવિત
• ગામડાંઓમાં ઠંડીને લીધે સાંજ પડતા બજારો સુમસામ બની જાય છે

Advertisement

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. કડકડતી ઠંડીને લીધે જનજીવન પર અસર પડી રહી છે. ઉત્તર-પૂર્વના ટાઢાબોળ પવનોએ લોકોને ધ્રૂજાવી દીધા છે. ઠંડીથી રક્ષણ મેળવવા માટે લોકો તાપણા અને ગરમ કપડાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું 5 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. રાજ્યના તમામ શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે, ગુજરાતના પાડોશમાં આવોલા માઉન્ટ આબુમાં તો બરફની ચાદર છવાઈ ગઈ છે. ઠંડીનો નજારો માણવા હીલ સ્ટેશન પર પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની શક્યતા વ્યકત કરવામાં આવી હતી બર્ફીલા પવનના કારણે લોકોએ કડકડતી ઠંડીનો સામાનો કરવાનો વારો આવ્યો છે. રાજકોટમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સામાન્ય કરતા 5.9 ડિગ્રી તાપમાન ઘટ્યું હતું. જેના કારણે તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે ગગડીને 9.7 ડિગ્રી પર પહોંચ્યો હતો. અમદાવાદમાં પણ સામાન્ય કરતાં એક ડિગ્રી તાપામન ઘટ્યું હતું અને લઘુતમ તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું છે. જ્યારે વડોદરામાં સામાન્ય કરતા 3.2 ડિગ્રીનો ઘટાડો થતાં લઘુતમ તાપમાન 12 ડિગ્રી અને સુરતમાં 1.3 ડિગ્રીના ઘટાડે સાથે લઘુતમ તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું છે.

Advertisement

ગુજરાતમાં સૌથી વધુ ઠંડી નલિયામાં પડી રહી છે. નલિયામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સામાન્ય કરતા સાડા સાત ડિગ્રી તાપમાન ઘટી જતા લઘુતમ તાપમાનનો પારો ગગડીને 5 પર પહોંચ્યો હતો. જેના કારણે જનજીવન પર માઠી અસર પડી હતી. કડકડતી ઠંડીના કારણે લોકો ગરમ કપડા અને તાપણા કરતા જોવા મળ્યા હતા. ઠંડીને કારણે ગ્રામ્ય વિસ્તારોના જનજીવન પર અસર જોવા મળી રહી છે. ગામડાંમાં ઠંડીને કારણે સમીસાંજ બાદ બજારો બંધ થઈ જાય છે. અને લોકો ઘરમાં પુરાઈ જાય છે. રાજ્યના હાઈવે પર પણ રાતના સમયે ટ્રાફિકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ગુજરાતીઓ માટે ફરવા માટેનું મહત્વનું ગણાતા માઉન્ટ આબુમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે. તાપમાનમાં થઈ રહેલા સતત ઘટાડાના કારણે અહીં રાત્રિના સમયે તો પાર્ક કરેલા વાહનો પર બરફના થર જામવા લાગ્યા છે. પ્રવાસીઓ હાલ માઉન્ટ આબુમાં પણ કાશ્મીર જેવા વાતાવરણનો અહેસાસ કરી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement